Travel News: ઉગતો સૂર્ય ખૂબ સુંદર લાગે છે. શું તમે ક્યારેય તમારી પોતાની આંખોથી આ અદ્ભુત દૃશ્ય જોયું છે? જો પૂછવામાં આવે કે ભારતમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, તો આપણે બધા જવાબ જાણીએ છીએ કે, અરુણાચલ પ્રદેશ. પરંતુ અહીંની એક જગ્યા વિશે જાણાવીશું જ્યાં સૂર્યનું પહેલું કિરણ પડે છે? તે સ્થળ છે અરુણાચલ પ્રદેશની વેદાંગ વેલી. ભારત, ચીન અને મ્યાનમારના ટ્રાઈ-જંક્શન પર સ્થિત આ નાનકડા ગામને ભારતનું પ્રથમ ગામ પણ કહેવામાં આવે છે. ભારતમાં સૂર્યનું પ્રથમ કિરણ આ ગામની ધરતી પર પડે છે. જે ગામનું નામ છે ડોંગ
રાતના 3 વાગે ઉગે છે અહીં સૂરજ
1999માં અહીંના ડોંગ ગામને ભારતના ઉગતા સૂર્યની ભૂમિનો દરજ્જો મળ્યો હતો. અહીં સૂર્યનું પ્રથમ કિરણ સવારે 3 વાગ્યે પૃથ્વીને સ્પર્શે છે. તમે પણ જરા કલ્પના કરો કે જ્યારે લોકો ઉગતા સૂર્યને જોશે ત્યારે તે દૃશ્ય કેટલું અદ્ભુત હશે.
સાંજે 4 વાગે રાત્રિભોજન
તમને જાણીને નવાઈ લાગશે કે નવા વર્ષમાં ઘણા પ્રવાસીઓ તેમના જીવનને ઉર્જાથી ભરવાના ઉદ્દેશ્ય સાથે અહીં આવે છે. જ્યારે બપોરના 4 વાગ્યા હોય ત્યારે આ ગામના લોકો રાત્રિભોજનની તૈયારી કરવા લાગે છે. કારણ કે અહીં 4 વાગે અંધારું થવા લાગે છે. અહીં સવારે 3 વાગ્યે સૂર્યની લાલાશ દેખાય છે, જેના કારણે અહીં સવાર વહેલી શરૂ થાય છે. જ્યારે આખો દેશ ગાઢ નિંદ્રામાં હોય છે ત્યારે અહીંના લોકો પથારી છોડીને પોતાનું કામ કરવા લાગે છે. અહીં આવવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલથી ઓક્ટોબર વચ્ચેનો છે.
1240 મીટરની ઉંચાઇ પર આવેલું છે ગામ
ડોંગ ગામ એટલે કે વેદાંગ ખીણમાં દિવસ લગભગ 12 કલાકનો હોય છે. સાંજે 4 વાગ્યે આપણા લોકોને ચા પીવાનો ટાઇમ થતો હોય છે. ત્યારે અહીંના લોકો રાત્રિભોજન કરીને સૂવાની તૈયારી કરી રહ્યા છે. આ ગામ 1240 મીટરની ઉંચાઈ પર આવેલું છે. લોહિત અને સતી અહીંની બે મુખ્ય નદીઓ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ગામમાં કુલ 35 લોકો રહે છે.
કેવી રીતે પહોંચવું ડોંગ વેલી?
જો તમે ફ્લાઈટ દ્વારા જઈ રહ્યા છો, તો તમારે ડિબ્રુગઢ એરપોર્ટ પહોંચવું પડશે. અહીંથી ડોંગ વેલી 349 કિમી દૂર છે. તમે બસ અથવા કેબ દ્વારા ગંતવ્ય સ્થાને પહોંચી શકો છો. ટ્રેનની માહિતી આપીએ તો નજીકનું રેલવે સ્ટેશન તિનસુકિયા છે. અહીંથી ડોંગ વેલી 120 કિમી દૂર છે. આ સિવાય તિનસુકિયા, ડિબ્રુગઢ અને ગુવાહાટીથી ઘણી બસો ઉપલબ્ધ છે. તો શક્ય હોય તો તમે પણ ચોક્કસથી આ જગ્યાની મુલાકાત લેજો.