સુરતમાં જોવા મળ્યો એકદમ અનોખો દેશપ્રેમ, સરહદ પર નથી જવાતું તો શું થયુ, આ રીતે ઘરે-ઘરે દેશભક્તિ જગાવી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : દેશભરમાં ગત વર્ષે 15મી ઓગષ્ટ (15th August) પહેલા તિરંગાની ધૂમ હતી. તમે જ્યાં પણ જાઓ ત્યાં બધે આપણો તિરંગો (flag) ગર્વથી લહેરાતો જોવા મળતો હતો. ત્યારે 15 ઓગષ્ટ નજીક આવતાની સાથે સુરતના (Surat) વેપારીઓ દ્વારા પણ લોકોમાં દેશ ભાવના વધે તેવા હેતુથી ભારતના ખૂણે ખૂણે જતા સાડીઓના પેકિંગના બોક્ષ પર પણ તિરંગા રંગવ્યું છે, એટલું નહિ પણ સાડીઓની સાથે એક તિરંગો પણ મૂકવામાં આવ્યો છે.

15મી ઓગષ્ટના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભવ્ય ભવ્ય રીતે સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં તડામાર તૈયારી શરૂ કરી દેવાય છે. ત્યારે સુરતના એક વેપારી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના અલગ અલગ રાજ્ય અને દેશના ખૂણે ખૂણે પહોચતી સુરતની સાડીના પેકિંગમાં પણ દેશ ભક્તિ દર્શાવી છે, સુરતના યુવા વેપારીએ અનોખું આયોજન કરીને લોકોને પણ દેશ પ્રેમની ભાવના અદા કરવાનો સંદેશો આપ્યો છે.

 

 

સુરતના વેપારી ગોવિંદ ભાઈ (Govind Bhai) ગુપ્તા ધણા વર્ષોથી કાપડના વ્યવસાય સાથે જોડાયેલા છે. ગત વર્ષે જે રીતે આઝાદી મહોત્સવની ઉજવણી થઈ હતી અને દેશના વડાપ્રધાન દ્વારા હર ઘર તિરંગા લાગવાનું આહવાન કરવામાં આવતા દેશવાસીઓએ હર ધર તિરંગા લહેરાવ્યા હતા. ત્યારે હાલમાં 15ની ઓગષ્ટ આવતી હોવાથી સુરતના યુવા વેપારીઓમાં હર ઘર તિરંગા આહવાન બાદ જાગૃતિ ચોક્કસ જોવા મળી રહી છે.

આ યુવા વેપારીઓએ સંકલ્પ લીધો હતો કે દર વર્ષે તિરંગાવાળી સાડીઓના પેકિંગ બનાવામાં આવશે તેમજ એક સાડી સાથે એક તિરંગો પણ મૂકવામાં આવશે. ત્યારે હવે 15 ઓગષ્ટના ગણતરીના દિવસો બાકી હોવાથી સુરતના આ વેપારીઓ દ્વારા દેશના ખૂણે ખૂણે જતી સુરતની સાડીઓના બોક્સ તિરંગા વાળા બનાવામાં આવ્યા છે. તેમજ એક બોક્સમાં એક તિરંગો પણ મૂકવામાં આવ્યો છે.

 

 

‘ગદર 2’ રિલીઝ થતાં જ ‘ગદર 3’ પર મોટું અપડેટ, દિગ્દર્શકના પુત્રનો ખુલાસો, સાંભળીને વિશ્વાસ નહીં આવે

કિન્નરોને ખાસ આ વસ્તુઓનું દાન કરો, ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે, જીવનમાં એકેય કામમાં નિષ્ફળતા નહીં આવે!

ફરીથી આકાશમાંથી તોફાન વરસશે, 15 ઓગસ્ટ સુધી ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

 

યુવા વેપારી, ગોવિંદભાઈ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, સુરતની મહત્વની વાત એ છે કે, દેશવાસીઓમાં દેશ ભાવના વધે અને લોકો પોતાના બિઝનેસની સાથે દેશ માટે પણ કાંઈક કરે તેવો સંદેશ સુરતના યુવા વેપારીઓ દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે આ વેપારીઓની દેશ પ્રત્યેની ભાવના પણ બિરદાવવા જેવી છે.

 


Share this Article
TAGGED: ,