Surat News: સુરતમાં અડાજણ સામુહિક આપઘાત કેસ મામલે તાજેતરમાં એક મોટો ખુલાસો સામે આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું ખુલ્યું છે. આ સાથે પરિવારના બાકીના સભ્યોને સોડામાં ઝેરી દવા મિક્સ કરી પીવડાવ્યાનું અનુમાન છે. પરંતુ હવે આ પરિવારનું બેન્ક સ્ટેટમેન્ટ સામે આવતા ફરીથી એક નવો જ ખુલાસો થયો છે.
હવે નવા ખુલાસામાં પોલીસે મૃતક મનીષ સોલંકીના બેંક એકાઉન્ટની તપાસ કરી છે. જે મુજબ તપાસમાં મૃતક મનીષ સોલંકી માસિક રૂપિયા 1.40 લાખનો હપ્તો ભરતો હોવાનું સામે આવ્યું છે. જોકે સામૂહિક આપઘાત પાછળ ચોક્કસ કારણ સામે ન આવતા પોલીસ હજુ પણ વધારે ગૂંચવાતી જઈ રહી છે.
આ સાથે એ પણ ખુલાસો થયો છે કે, રૂપિયા 1.40 લાખનો હપ્તો સમયસર બેંકમાં જમા થતો જ હતો. આ તરફ હવે હપ્તા સમયસર ભરી ન શકવાના લીધે મનીષ માનસિક તાણમાં હોવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.
બાળકના શરીર પર ઉભરી રહ્યા છે રામ-રામ અને રાધે-રાધે શબ્દો, ડોક્ટર પણ આશ્ચર્યચકિત
ધ્રુજતી ધરતી અને ડોલતી ઈમારતો… 2023માં 38 વાર ભૂકંપ આવ્યો, જતાં જતાં મોટો ઝાટકો આપવાની પુરી શક્યતા!
ગુજરાતના બે-બે પૂર્વ મુખ્યમંત્રી સાથે એક જ દિવસે ભયંકર અકસ્માત, રૂપાણી અને મહેતા માંડ-માંડ બચ્યા
જ્યારથી બેન્ક સ્ટેટમેન્ટ સામે આવ્યું ત્યારથી પોલીસ દ્વારા માનસિક તાણ હોવાના લીધે જીવન ટૂંકાવ્યું હોવાની દિશામાં તપાસ શરૂ કરી છે. જેને લઈ સામૂહિક આપઘાતનું ચોક્કસ કારણ શોધવા પોલીસની હજુ પણ ઝીણવટભરી તપાસ ચાલુ છે. સાચુ કારણ હવે સામે આવે કે કેમ અને સામે આવે તો કેટલો સમય લાગશે એ અંગે કહેવું હાલમાં મુશ્કેલ લાગી રહ્યું છે.