Surat News: સુરતમાં એક વીડિયો હાલમાં ભારે વારયલ થઈ રહ્યો છે. પોલીસકર્મીઓ હજી પણ રાજ્ય પોલીસવડાના આદેશને ગંભીરતાથી ન લેતા હોય એવું નજરે પડ્યું છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવનારા જ નિયમોનો ઉલાળીયો કરી રહ્યા હોય એવો એક વીડિયો સામે આવતા હાહાકાર મચી ગયો છે.
આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે લોકોને નિયમોનું પાલન કરાવનાર પોલીસકર્મી જ બાઇક પર ત્રિપલ સવારી જતા જોવા મળ્યા, એ પણ હેલ્મેટ વગર. હવે આ પાછળ બેઠેલા છોકરાઓ કોણ છે અને પોલીસકર્મી કોણ છે એના વિશે હજુ કોઈ ખુલાસો થયો નથી. પરંતુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ખાખી પર સવાલ કરવામાં આવી રહ્યા છે.
એકદમ નાની ઉંમરે અમદાવાદના કુશ પટેલે લંડનમાં કર્યો આપઘાત, 11 દિવસ બાદ તો લાશ મળી, જાણો શું હતું કારણ
પોલીસકર્મી બાઈક પર ત્રિપલ સવારી જતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો સુરતના અઠવાલાઈન્સ વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોઈ રાહદારી દ્વારા આ વીડિયો ઉતારીને વાયરલ કરાયો હોય તેવું લાગી રહ્યું છે. હવે લોકોમાં સવાલો ઉભા થયા છે કે DGના પરિપત્રનું પોલીસ કર્મચારીઓ જ કેમ ઉલાળિયો કરે છે.