અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. 19 જુલાઈની રાત્રે ફૂલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને 9 નિર્દોષ લોકોના જીવ લેનાર નબીરો તથ્ય પ્રજ્ઞેશ પટેલ હાલમાં જેલના સળિયા ગણી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદ RTO દ્વારા તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ કાયમ માટે RTO દ્વારા રદ કરી દેવામાં આવ્યું છે. એટલે કે આજીવન હવે લાયસન્સ જ નહીં નીકળે.
તથ્ય વિશે જ્યારે ઉંડી તપાસ કરી તો જાણવા મળ્યું કે વારંવાર ટ્રાફિક ગુનાઓ આચરવામાં આવ્યા હોવાથી તે રીઢો ગુનેગાર હોવાનું સાબિત થયું અને આરટીઓ દ્વારા તેનું લાયસન્સ કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. તથ્ય પટેલે અત્યાર સુધીમાં સર્જેલા અકસ્માતો વિશે વાત કરીએ તો તથ્યએ 6 મહિના પહેલા ગાંધીનગરના એક મંદિરમાં જેગુઆર કાર ઘુસાડી હતી. નવા વર્ષની પાર્ટીમાં ગયેલા તથ્ય પટેલે વાંસજડા ગામની ભાગોડે સાણંદ જતા મેઈન રોડ પર બળિયાદેવના મંદિરમાં કાર ઘુસાડી દીધી હતી. આ મામલે સાંતેજ પોલીસે તથ્ય પટેલ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઈસ્કોન અકસ્માત વિશે તો હવે આખા ગુજરાતને ખબર છે. ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પોલીસ પણ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી.
વરસાદને લઈ હવામાન વિભાગ અને અંબાલાલની અલગ-અલગ આગાહી, શું કહેવું ગુજરાતમાં મેઘરાજા ખાબકશે કે કેમ?
એન્જિન ફેલ થશે અને કંઈ કામ નહીં કરે છતાં ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે જ કરશે
આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 141.27થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. આ અકસ્માત તથ્ય પટેલે કર્યો હતો અને ત્યારથી તથ્ય ચર્ચામાં છે.