Gujarat News: અમેરિકાથી એક ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે. 3 મહિલાઓ કારમાં સવાર થઈને એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કેરોલીના જઈ રહી હતી. આ દરમિયાન જ તેમની કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ કાર ઓવરસ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો અને 3 ગુજરાતી મહિલાઓના મોત થયાની માહિતી સામે આવી રહી છે.
અમેરિકાની ધરતી પર ફરી ગુજરાતીઓના મોતની ખબર સામે આવતા હાહાકાર મચી ગયો છે. અમેરિકામાં માર્ગ અકસ્માતની ઘટનામાં 3 ગુજરાતી મહિલાઓના મોત અને એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાની ખબર સામે આવી રહી છે
પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ જ અધિકાર નથી… ‘સ્ત્રીધન’ પર સુપ્રીમ કોર્ટની 5 વાતો તમારે જાણવી જોઈએ
WhatsApp એ કહ્યું ‘ તો અમે ભારત છોડીને ચાલ્યા જઈશું’, સરકારી નિયમોમાં કહેવામાં આવ્યું છે આવું-આવું!
બધા સવાલોનું સુરસુરિયું: EVM દ્વારા જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી
આ સાથે જ ખુલાસો થયો છે કે ત્રણેય મૃતક મહિલાઓ આણંદ જિલ્લાની વતની છે. અમેરિકાના સાઉથ કેરોલીનામાં ગ્રીનવિલેમાં કરુણ અકસ્માત સર્જાયો હતો. બે મહિલાઓ આણંદના વાસણા ગામની જ્યારે એક મહિલા કાવીઠા ગામની વતની છે. વિગતો મુજબ, મહિલાઓ કારમાં જઈ રહી હતી ત્યારે તેમની કાર ઓવરપાસ સાથે અથડાઈને ચાર લેન કૂદી ઝાડ સાથે અથડાઈ હતી.