11 લાખ સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. તેમને સરકાર તરફથી દિવાળીની ભેટ મળવાની છે. મળતી માહિતી મુજબ, સરકાર આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં રેલ્વે કર્મચારીઓ માટે પ્રોડક્શન લિંક્ડ બોનસ પર પોતાની મંજૂરી આપી દીધી છે. જેમાં નોન-ગેઝેટેડ કર્મચારીઓને 78 દિવસના બોનસની દરખાસ્ત કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી લગભગ 11 લાખ સરકારી કર્મચારીઓને ફાયદો થવાનો છે. સરકાર દ્વારા રેલવે કર્મચારીઓ માટે તહેવારોના બોનસની જાહેરાત કરવાનું આ સતત 12મું વર્ષ છે.
રેલવે કર્મચારીઓને 78 દિવસના આ બોનસથી સરકારને આશરે રૂ. 2000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. લાયક રેલ્વે કર્મચારીઓને PLB ચૂકવણી માટે નિર્ધારિત પગાર ગણતરી મર્યાદા 7000 રૂપિયા પ્રતિ માસ છે. આ માટે 78 દિવસના બોનસની મહત્તમ મર્યાદા 17,951 રૂપિયા છે. લગભગ 11.56 લાખ નોન-ગેઝેટેડ રેલ્વે કર્મચારીઓને આ નિર્ણયથી ફાયદો થશે. PLB દર વર્ષે દશેરા/પૂજાની રજાઓ પર પાત્ર રેલવે કર્મચારીઓને ચૂકવવામાં આવે છે. કેબિનેટનો આ નિર્ણય આ વર્ષની રજાઓ પહેલા લાગુ કરવામાં આવશે. રેલવેએ ગયા વર્ષે પણ તેના રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપ્યું હતું. રેલવે કર્મચારીને 30 દિવસમાં 7000 રૂપિયાનું બોનસ મળશે. આવી સ્થિતિમાં, તે કર્મચારીને 78 દિવસ માટે લગભગ 18000 રૂપિયાનું બોનસ મળશે.