ક્રિકેટ ફેન્સ માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ મહિનાના અંતમાં યોજાનાર એશિયા કપની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈના સચિવ જય શાહે આજે સાંજે આની જાહેરાત કરી હતી. 27 ઓગસ્ટથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમો 28 ઓગસ્ટે સામસામે ટકરાશે. આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાવાનો છે. અહીં પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે દુબઈમાં રમાશે.
ભારત અને પાકિસ્તાનની ટીમો રવિવારે (28 ઓગસ્ટ) આમને સામને થશે, ત્યારે આ મેચ પણ દુબઈમાં રમાશે. આ ઈવેન્ટમાં 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ગ્રુપ મેચો રમાશે, ત્યારબાદ સુપર-4ની ટીમોની મેચો થશે જે 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી રમાશે. જ્યારે એશિયા કપ 2022ની ફાઇનલ મેચ 11 સપ્ટેમ્બરને રવિવારે રમાશે.
*એશિયા કપ 2022માં ભારતની મેચો:
• 28 ઓગસ્ટ – ભારત વિરુદ્ધ પાકિસ્તાન, દુબઈ
• 31 ઓગસ્ટ – ભારત વિ ક્વોલિફાઈંગ ટીમ, દુબઈ
આ છે આખુ શેડ્યૂલ:
ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદ આ પહેલીવાર બનશે જ્યારે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે ટકરાશે. તે મેચ પણ યુએઈમાં જ રમાઈ હતી. જેમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. આ પહેલા આ ઈવેન્ટ શ્રીલંકામાં યોજાવાની હતી, પરંતુ શ્રીલંકામાં ખરાબ સ્થિતિને કારણે આ ટુર્નામેન્ટ ત્યાં યોજાઈ ન હતી. આવી સ્થિતિમાં તેને આ પ્રસંગે UAE શિફ્ટ કરવામાં આવ્યો છે. જો કે, અહીં પણ આ ટૂર્નામેન્ટનું યજમાન શ્રીલંકા ક્રિકેટ જ રહેશે.