Gujarat NEWS: આજે વાત કરવી છે પોરબંદના રતનપરના ભનેશભાઇ ઓડેદરાની કે જેઓ પશુપાલનનો વ્યવસાય કરે છે. ભેંસનુ દૂધ ડેરીમાં આપે છે પરંતુ તુલસી અને ગંગા નામની બે ગાયનું દૂધ ક્યારેય એમણે વેચ્યું નથી આ દૂધનો ઘર વપરાશમાં ઉપયોગ જ કરે છે. પરંતુ હવે ભનેશભાઈને ત્યાં ગંગા નામની ગાયને વાછરડીનો જન્મ થયો અને તેણે 40 કિલો પેંડા આખા ગામમાં વેચ્યા હતા.
ભનેશ ભીખુભાઇ ઓડેદરા પોરબંદરના રતનપર ગામે રહીને ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે. આ યુવાન ગૌપ્રેમી છે તેમણે પશુપાલન માટે 35 ભેંસ અને બે ગાય પાળી રાખી છે. હવે ગંગા નામની ગાય વાછરડીને જન્મ આપશે તો વાછરડીને પેંડા ભારોભાર જોખશે તેવી માનતા ભનેશભાઈએ પહેલા જ રાખી હતી અને ગંગાએ વાછરડીને જન્મ આપતા ભનેશ ઓડેદરાએ આ માનતા પુરી પણ કરી.
ઉલ્લેખનીય છે કે ભનેશભાઈએ વાછરડીનું નામ ગૌરી રાખ્યું હતું અને તેમને રતનપર ગામની સીમામાં આવેલા સતીમાતાજીના મંદિરે પેંડા ભારોભાર જોખી હતી અને તનો વજન 40 કિલો થયો હતો.
તહેવારમાં જ્વેલરી ખરીદવી હોય તો જલ્દી કરજો, સોનાના ભાવમાં જબ્બર ઘટાડો, હવે એક તોલાના આટલા હજાર
તેથી 40 કિલો પેંડા ખરીદયા હતા અને આ પેંડા રતનપર ગામમાં વહેંચ્યા હતા. આજે આખા ગુજરાતમાં આ યુવાનની ગોપ્રેમ માટે વખાણ કરવામાં આવી રહ્યા છે.