જેલમાં બંધ આરોપી તથ્ય પટેલના નાટકો શરૂ, ઘરનું ટિફિન અને દસ્તાવેજી પુરાવાની કોપી સહિતની માંગણીઓનું મૂક્યું લિસ્ટ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News: અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. ત્યારે કોલેજોમાં ગુલ્લી મારનાર તથ્યને હવે અભ્યાસ યાદ આવ્યો છે. તથ્ય પટેલે જેલમાં પોતાના અભ્યાસની વ્યવસ્થા કરવાની માગ કરી છે. આરોપી તથ્ય પટેલે હવે નાટકો શરૂ કરી દીધા છે.કોલેજોમાં ગુલ્લી મારનાર તથ્યને હવે અભ્યાસ યાદ આવ્યો છે. તથ્ય પટેલે જેલમાં પોતાના અભ્યાસની વ્યવસ્થા કરવાની માગ કરી છે.

તથ્ય સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે, આજની સુનાવણીમાં તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તરફથી કેટલીક માગણીઓ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી, જેમાં તેમણે કેસને લગતા જરૂરી ડોક્યુમેન્ટની માગ, આ કેસમાં લેવાયેલા 164નાં નિવેદનની કોપી, બાઇકચાલકે ઉતારેલો વીડિયો અને સીસીટીવીના ફુટેજની માગ, ઘરનું ટિફિન જેલમાં મળે એવી માગ ઉપરાંત સૌથી મહત્ત્વની માગ તથ્ય 20 વર્ષનો હોવાથી તેણે ડિસ્ટન્સ લર્નિંગ માટે પરમિશનની માગ કરી હતી. તેમજ તેના ફેમિલી મેમ્બરને વધુ વખત મળવા માટેની પણ એપ્લીકેશન કરેલી છે. પરંતું કોર્ટે જેલ ઓથોરિટીને માર્ગદર્શિકા મુજબ જ કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું.

યુક્રેને માત્ર એક ટાંકી ઉડાવી તો રશિયાએ મિસાઈલ-ડ્રોનથી તબાહી મચાવી દીધી, ઉપરા ઉપરી સતત 70 અટેક કર્યા

95 વર્ષના વૃદ્ધના દિલમાં જાગી બીજા લગ્નની ઈચ્છા, નાના પુત્રએ ખુશી-ખુશી પિતાની ઈચ્છા પૂરી કરી, ધામધૂમથી થયા લગ્ન

‘સેક્સ સારું છે, પણ પુતિનનું મૃત્યુ વધારે સારું છે’; રશિયન મહિલાએ બેગ પર આવા શબ્દો લખતાં જ ચારેકોર હંગામો મચ્યો

ઇસ્કોન બ્રિજ પર થોડા દિવસ અગાઉ ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને જોવા માટે લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા અને કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. જેમાં અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


Share this Article