આવી રહ્યું છે વર્ષનું પહેલું વાવાઝોડું, જેનું નામ ‘મોચા’, આ રાજ્યોમાં તબાહી મચાવી દેશે, નવી ચેતવણીથી ચારેકોર ફફડાટ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ભારતના હવામાન વિભાગ (IMD)એ ચક્રવાતી તોફાનને લઈ નવું અપડેટઆપ્યું છે, IMDએ કહ્યું છે કે, છ મેની આસપાસ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીની ઉપર એક ચક્રવાત બનવા અને તેના પરિણામ સ્વરૂપે આગામી ૪૮ કલાકમાં ઓછા હવાના પ્રેશરનું ક્ષેત્ર વિકસિત થવાની શક્યતા છે, વર્ષ ૨૦૨૩ના પ્રથમ ચક્રવાતી તોફાનનુંમે મહિનામાં આવવાની શક્યતા દર્શાવાઈ છે.
IMD મુજબ છ મેના રોજ બંગાળની ખાડીની ઉપર ચક્રવાત બનવાની શક્યતા છે. તેને લઈ IMDના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, ‘અમે ધ્યાન રાખી રહ્યા છીયે, નિયમિત રીતે અપડેટ આપતા રહીશું’જ્યારે પૂર્વાનુમાન બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓને પણ કોઈ પણ પ્રકારની ઘટના માટે તૈયાર રહેવા માટે કહ્યું છે.

પૂર્વ ભારતથી લઈ બાંગ્લાદેશ અને મ્યાંમાર સુધી અસર થઈ શકે

ખરેખર તો આંતરરાષ્ટ્રિય હવામાન વિભાગના વિજ્ઞાનીઓએ મેના બીજા અઠવાડિયામાં ચક્રવાત તોફાનની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિજ્ઞાનીઓએ કહ્યું છે કે, આ અઠવાડિયાના અંત સુધી દક્ષિણ બંગાળની ખાડીની ઉપર એક દબાણનું ક્ષેત્ર બની શકે છે. વૈજ્ઞાનીઓએ કહ્યું કે, લો પ્રેશરનું ચક્રવાતી તોફાનનું રૂપ લેવાની શક્યતા ઘણી પ્રબળ છે. આ ચક્રવાતની અસર પૂર્વ ભારતથી લઈ બાંગ્લાદેશ અને મ્યાંમાર સુધી રહેવાની શક્યતા છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો, ઘણા રાજ્યોમાં સસ્તા થયા પેટ્રોલ અને ડીઝલ, જુઓ નવા ભાવ

36 વર્ષ પછી આ ગ્રહોના મહાસંયોગને કારણે જીવનમાં આવશે મોટી ઉથલપાથલ, આ 3 રાશિના લોકો ખાસ સાવધાન રહેજો!

ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા, વાહનવ્યવહાર ઠપ, 3 મહિલા લાપતા, 9 પેસેન્જરનું રેસ્ક્યૂ… આખા ગુજરાતમાં વરસાદથી જનતા ત્રાહિમામ

‘મોચા’ નામ કેમ?

જો સત્તાવાર પુષ્ટિ કરવામાં આવે તો વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) અને એશિયા તથા પ્રશાંત માટે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સમાજિક આયોગ (ESCAP)ના સભ્ય દેશો તરફથી અપનાવવામાં આવતી નામાંકરણ પદ્ધતિ મુજબ ચક્રવાતનું નામ ‘મોચા’ (MOCHA)હશે. યમનના લાલ સાગર કિનારે એક શહેર ‘મોચા’ના નામ પર આ ચક્રવાતના નામનું સૂચન કરવામાં આવ્યું હતું. ચક્રવાતને લઈ IMDની ભવિષ્યવાણી બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મંગળવારે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી ચક્રવાતની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓની સમીક્ષા કરી અને અધિકારીઓને કોઈ પણ સ્થિતિમાં તૈયાર રહેવા માટે કહ્યું છે.


Share this Article