ક્રિકેટની પીચ પર શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni Production House) નવી પીચ પર ઉતરવાના છે. માહીની ક્રિકેટ કારકિર્દી હવે અંતિમ તબક્કામાં છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષે IPL રમ્યા બાદ તે સ્પર્ધાત્મક ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેશે. આવી સ્થિતિમાં ધોનીની ભવિષ્યની યોજના શું છે, તે કદાચ ઘણા લોકોને ખબર નથી. ચાલો તમને તેના વિશે માહિતી આપીએ. ક્રિકેટની પીચ બાદ ધોની હવે મનોરંજનના મેદાનમાં ઉતરવા જઈ રહ્યો છે. ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડની પહેલી ફિલ્મ આવવાની છે.
ધોની એન્ટરટેઈનમેન્ટની ફિલ્મની પ્રથમ મોશન પિક્ચર શુક્રવારે રિલીઝ થઈ હતી. આ તમિલ ભાષાની ફિલ્મ હશે. ફિલ્મનું નામ લેટ્સ ગેટ મેરિડ (Let’s Get Married) છે. આ ફિલ્મમાં સાઉથ એક્ટર હરીશ કલ્યાણ મુખ્ય ભૂમિકા ભજવશે જ્યારે ઈવાના ફિલ્મની હિરોઈન હશે.
https://twitter.com/DhoniLtd/status/1618859048040013826
ફિલ્મના દિગ્દર્શક રમેશ ધમિલમાણી છે. જોકે પ્રોડક્શન હાઉસનું નામ ધોનીના નામ પર રાખવામાં આવ્યું છે, પરંતુ રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનો કોન્સેપ્ટ તેની પત્ની સાક્ષી ધોનીએ તૈયાર કર્યો છે. આ પ્રોડક્શન હાઉસની શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી હતી. જો કે આ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ કોઈ મોટી ફિલ્મ બની નથી, પરંતુ અત્યાર સુધીમાં ત્રણ શોર્ટ ફિલ્મો રિલીઝ થઈ છે.
અદાણી અંબાણીનું સુરસુરિયું: ટોપ-10 ધનવાનોના લિસ્ટમાં અદાણી 7માં નંબરે અને અંબાણી તો ગાયબ થઈ ગયાં
કહેવામાં આવી રહ્યું છે કે સાક્ષી હાલમાં ફિલ્મના સંબંધમાં ચેન્નાઈમાં છે અને નિર્દેશક રમેશ ધમિલમાની સાથે આગળની રણનીતિ પર ચર્ચા કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એક રોમેન્ટિક ફિલ્મ હશે. મોશન પિક્ચર જોઈને લાગે છે કે આ ફિલ્મ કદાચ રોડ ટ્રીપ પર આધારિત છે. ધમિલામણિએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે સાક્ષીએ લખેલી સ્ક્રિપ્ટ એકદમ ફ્રેશ છે. લોકોને પણ આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.