તમે અત્યાર સુધી પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને પાંજરામાં કેદ જોયા હશે, જ્યાં આ ખતરનાક પ્રાણીઓને જોવા માટે દરરોજ ઘણા પ્રવાસીઓ આવે છે. પરંતુ શું તમે ક્યારેય એવું પ્રાણી સંગ્રહાલય જોયું છે જ્યાં પ્રાણીઓને નહીં પણ માનવોને પાંજરામાં કેદ રાખવામાં આવ્યા હોય અને જ્યાં પ્રાણીઓ મુક્તપણે ફરતા જોવા મળે.
કદાચ તમે આ વિશે ક્યારેય સાંભળ્યું નહીં હોય અને ન તો આવું કોઈ પ્રાણી સંગ્રહાલય જોયું હોય. તો ચાલો આજે તમને આવા જ એક પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે લઈ જઈએ. જેને જોઈને તમે ચોક્કસથી ડરી જશો.
આવું જ એક પ્રાણી સંગ્રહાલય ચીનમાં છે. જ્યાં પ્રાણીઓ મુક્તપણે વિહાર કરે છે અને માણસો પાંજરામાં કેદ છે. આ પ્રાણી સંગ્રહાલયનું નામ લેહે લેડુ વાઇલ્ડલાઇફ છે. અહીં તમે પ્રાણીઓને મુક્તપણે ફરતા જોઈ શકો છો.
આ અનોખું પ્રાણી સંગ્રહાલય ચીનના ચોંગકિંગ શહેરમાં આવેલું છે. ચીનનું આ પ્રાણી સંગ્રહાલય વર્ષ 2015માં ખોલવામાં આવ્યું હતું. લેહે લેડુ વાઇલ્ડલાઇફ ઝૂ નામના પ્રાણી સંગ્રહાલયમાં મનુષ્યને પ્રાણીઓની નજીક જવાની અનોખી તક મળે છે.
અહીં પ્રવાસીઓ પોતાના હાથે પ્રાણીઓને પણ ખવડાવી શકે છે. વાસ્તવમાં, આ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની આસપાસ માણસોને વાહન સાથે પાંજરામાં લઈ જવામા આવે છે, એટલે કે શિકારી પ્રાણીઓને પાંજરામાં માણસો રાખીને લલચાવવામાં આવે છે. પ્રાણીઓ તેને ખાવા માટે પિંજરાની નજીક પહોંચી જાય છે. એટલું જ નહીં, ઘણી વખત આ પ્રાણીઓ પાંજરાની ઉપર ચઢીને માણસોનો શિકાર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ પાંજરામાં રહેલા માણસોનો શિકાર કરી શકતા નથી. આવી સ્થિતિમાં ઘણી વખત માણસોની ચીસો નીકળી જાય છે.
પ્રાણી સંગ્રહાલયના સમર્થકો કહે છે કે અમે અમારા મુલાકાતીઓને સૌથી અલગ અને રોમાંચક અનુભવ આપવા માંગીએ છીએ. પ્રાણી સંગ્રહાલયના પ્રવક્તા ચાન લિયાંગ કહે છે કે જ્યારે કોઈ પ્રાણી તમારો પીછો કરે છે અથવા જ્યારે તે હુમલો કરે છે. અમે અમારા પ્રેક્ષકોને તે સમયના અનુભવોની અનુભૂતિ કરાવવા માંગીએ છીએ. આ પ્રાણી સંગ્રહાલયમાં તમે સિંહ, બંગાળ વાઘ, સફેદ વાઘ, રીંછ જેવા ખતરનાક પ્રાણીઓને નજીકથી સરળતાથી જોઈ શકો છો.