ઉત્તરાખંડના આ શહેરનું નામ બદલવાની તૈયારી, રક્ષા મંત્રાલયને મોકલ્યો પ્રસ્તાવ

Lok Patrika Desk
By Lok Patrika Desk
uttrakhand
Share this Article

ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં સ્થિત લેન્સડાઉન મિલિટરી કેન્ટોનમેન્ટ બોર્ડે 1962ના ભારત-ચીન યુદ્ધના હીરો શહીદ જસવંત સિંહના નામ પરથી લેન્સડાઉન શહેરનું નામ બદલીને ‘જસવંતગઢ’ રાખવાનું સૂચન કર્યું છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ અઠવાડિયે કેન્ટોનમેન્ટ બોર્ડના અધ્યક્ષ બ્રિગેડિયર વિજય મોહન ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહાવીર ચક્ર વિજેતા જસવંત સિંહ પછી લેન્સડાઉનનું નામ બદલીને જસવંતગઢ રાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું કે આ પ્રસ્તાવ રક્ષા મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. અગાઉ, સંરક્ષણ મંત્રાલયે કેન્ટોન્મેન્ટ બોર્ડને રાજ્યના લશ્કરી વિસ્તારોના નામ બદલવાની રીતો સૂચવવા કહ્યું હતું જે અંગ્રેજોના સમયમાં રાખવામાં આવ્યા હતા. જોકે, આ દરખાસ્તમાં કેન્ટોનમેન્ટ બોર્ડે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે સામાન્ય લોકો લેન્સડાઉનનું નામ બદલવાની વિરુદ્ધમાં છે, પરંતુ જો નામ બદલવું હોય તો તેને જસવંતગઢ કરવું તાર્કિક ગણાશે.

uttrakhand

આ શહેરનું નામ 132 વર્ષ પહેલા રાખવામાં આવ્યું હતું

બ્રિટિશ શાસન દરમિયાન, 132 વર્ષ પહેલાં, શહેરનું નામ તત્કાલિન વાઈસરોયના નામ પરથી લેન્સડાઉન રાખવામાં આવ્યું હતું. અગાઉ આ શહેરનું નામ ‘કાલોં કા દંડ’ (અંધારાં વાદળોથી ઘેરાયેલો પર્વત) હતું.

CMએ અંગ્રેજોના જમાનાના નામ બદલવાની વાત કહી

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પહેલા જ કહ્યું છે કે રાજ્યમાં ગુલામીની યાદ અપાવતા બ્રિટિશ યુગના નામ બદલવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, બ્રિટિશ યુગના નામ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે જે ગુલામીને પ્રમાણિત કરે છે અને તે રાજ્યમાં પણ કરવામાં આવશે.”

આ પણ વાંચોઃ

Adhar Pan Link Breaking: ગુજરાત સરકારની આ મોટી યોજનાને લઈ જાહેરાત, આધાર પાન લિંક નહીં હોય તો સહાય નહીં મળે

મુકેશ અંબાણીએ RRR અભિનેતા રામચરણના બાળકને ભેટમાં આપ્યું સોનાનુ પારણું, જાણો કેટલી કિંમત

બસ હવે ખાલી આટલા દિવસ, પછી ટામેટાના ભાવ એકદમ સસ્તા થઈ જશે, સરકાર તરફથી આવ્યા મોટી રાહતના સમાચાર

ઉલ્લેખનીય છે કે પૌડી જિલ્લાના બિરોંખાલ વિસ્તારના બડિયા ગામના રહેવાસી જસવંત સિંહે ગઢવાલ રાઈફલ્સની ચોથી બટાલિયનમાં પોસ્ટિંગ દરમિયાન 1962માં ભારત-ચીન યુદ્ધમાં ભાગ લીધો હતો. તેમણે અરુણાચલ પ્રદેશના તવાંગમાં 17 નવેમ્બરે ચીની સેનાને 72 કલાક આગળ વધતા રોકી હતી. તેમને મરણોત્તર મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.


Share this Article