વિક્રાંત મેસીની ‘12th Fail’ ફિલ્મ દર્શકોનું દિલ જીતી રહી છે. ત્યારે ફરી એકવાર વિક્રાંત મેસીની આગામી ફિલ્મ અંગે જાહેરાત કરવામાં આવે છે. આ ફિલ્મ વર્ષ 2002ના ગોધરા કાંડ પર આધારિત હશે.
સત્ય ઘટનાઓ પર આધારિત…
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિવટર પર એક માહિતી શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે, એકતા કપૂરે THE SABARMATI REPORT (ધ સાબરમતી રિપૉર્ટ)ની જાહેરાત કરી છે. જે ફિલ્મ 27 ફેબ્રુઆરી 2002માં બનેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનની સાચી ઘટનાઓ પર આધારિત હશે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી, રાશી ખન્ના અને રિદ્ધિ ડોગરા લીડ રોલમાં જોવા મળશે.
આ રહી રિલીઝ ડેટ…
27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં બનેલી ઘટના આજે પણ લોકોને યાદ છે. ત્યારે આ ફિલ્મને પડદા પર દેખાડવા માટે વિક્રાંત મેસી તૈયાર છે. THE SABARMATI REPORT 3 મે 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રિલીઝ ડેટ જાહેર થતા જ દર્શકો ફિલ્મ માટે આતુર બન્યા છે.