રક્ષાબંધન પહેલા મોદી સરકારે દેશના ગરીબ પરિવારોને મોટી ભેટ આપી છે. CNBC આવાઝના રિપોર્ટ અનુસાર, સરકારે LPG સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ રાહત ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ ગેસ સિલિન્ડર પર લાગુ થશે. સરકારે ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે અને આ માટે સબસિડી ઈન્ડિયન ઓઈલ, એચપીસીએલ અને બીપીસીએલને આપવામાં આવશે.
હાલમાં સ્થાનિક એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1053 રૂપિયા, મુંબઈમાં 1052.50 રૂપિયા, ચેન્નાઈમાં 1068.50 રૂપિયા અને કોલકાતામાં 1079 રૂપિયા છે. તમામ માર્કેટિંગ કંપનીઓએ જુલાઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. અગાઉ મે મહિનામાં બે વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો.
કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
સરકારના જણાવ્યા અનુસાર, ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડરની કિંમત 200 રૂપિયા સસ્તી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે ગયા વર્ષે જ સ્પષ્ટ કર્યું હતું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ રાંધણ ગેસ પર સબસિડીનો લાભ મળશે. અન્ય કોઈને રાંધણ ગેસ સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે નહીં. ઉજ્જવલા યોજના હેઠળ સરકાર પહેલાથી જ 200 રૂપિયાની સબસિડી આપતી હતી. હવે તેને 200 રૂપિયાની વધારાની સબસિડી મળશે.
12 એલપીજી સિલિન્ડર પર સબસિડી
ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓ એક વર્ષમાં કુલ 12 રાંધણ ગેસ સિલિન્ડર પર સબસિડી મેળવી શકે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત સરકાર ગરીબી રેખા (બીપીએલ) નીચે રહેતા પરિવારોને મફતમાં LPG કનેક્શન આપે છે.
સબસિડી મેળવવા માટે તમારે તમારો આધાર નંબર LPG કનેક્શન સાથે લિંક કરવો પડશે. સબસિડી મેળવવા માટે, તમારું આધાર ગેસ કનેક્શન સાથે લિંક હોવું આવશ્યક છે. 14.2 કિલોના એલપીજી સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી મળે છે. માર્ચ 2023 સુધીના સરકારી ડેટા અનુસાર, સરકારે ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડથી વધુ મફત રસોઈ ગેસ કનેક્શન્સનું વિતરણ કર્યું હતું.
રક્ષાબંધન પહેલા નાની બહેને મોટા ભાઈને કીડનીનું દાન આપીને જીવ બચાવ્યો, આખા ભારતે દીકરીના વખાણ કર્યા
સોના-ચાંદીના ભાવમાં ફરીથી તોતિંગ વધારો થયો, ખરીદવાનો પ્લાન છે તો જાણી લો એક તોલાના નવા ભાવ
પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે 14.2 કિલોના ઘરેલુ અને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે. દેશમાં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ફેરફાર 1 માર્ચ, 2023ના રોજ થયો હતો.