રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના બગડતા સ્વાસ્થ્યની અટકળો વચ્ચે યુક્રેનની ખાનગી સેવાના પ્રમુખે મોટુ નિવેદન જારી કર્યુ છે. તેમણે જણાવ્યુ છે કે વ્લાદિમીર પુતિન ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. તેમની પાસે જીવવા માટે બે વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે. એક રિપોર્ટ અનુસાર યુક્રેનની ખાનગી સેવાના મેજર જનરલ કાયરલો બુડાનોવે જણાવ્યુ કે આ દાવો ક્રેમલિનમાં ઘૂસણખોરી કરનારા કીવ જાસૂસોએ માનવીય ખાનગી જાણકારીના આધારે કરી છે.
સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુની સાથે એક બેઠક દરમિયાન પુતિનની મેજ પકડતી તસવીર વાયરલ થઈ હતી. આ તસવીરને જાેયા બાદ લોકો તેમનુ સ્વાસ્થ્ય સારૂ ન હોવાની વાત કહી રહ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં પુતિન પોડિયમ નજીક ઉભા થઈને ભાષણ આપવા દરમિયાન પોતાનો પગ હલાવતા જાેવા મળ્યા હતા.
વીડિયો સામે આવ્યા બાદથી સતત તેમના સ્વાસ્થ્યને લઈને અટકળો લગાવાઈ રહી છે.પુતિન ક્રેમલિનમાં એક એવોર્ડ સેરેમનીમાં ભાગ લેવા આવ્યા હતા. આ દરમિયાન તેમના પગ ધ્રૂજતા જાેવા મળી રહ્યા હતા. તાજેતરમાં જ સલાહકારો અને સૈન્ય નેતાઓની સાથે જ્યારે પુતિન એક વીડિયો કોન્ફરન્સ બાદ ડેસ્ક પરથી ઉભા થયા તો તેમને ખૂબ કમજાેરી અનુભવાઈ અને તેમને ચક્કર આવવા લાગ્યા હતા.પુતિનના પોસ્ચર અને ચહેરાને જાેઈને તેમના સ્વાસ્થ્ય વિશે પણ કેટલાય પ્રકારની અટકળો લગાવાઈ રહી છે. યુક્રેન પર આક્રમણ બાદથી જ તેઓ ખૂબ બીમાર છે. તેમને સર્જરી પણ કરાવવી પડી હતી.