માવઠામાં ખાલી ખોટી બૂમો પાડતાં’તા, જુનાગઢ માર્કેટમાં આવી ગઈ કેસર કેરી, ભાવ જાણીને મનમાં મોજુ છુટી જશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

હાલમાં રાજ્યમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં એર સરક્યુલેશન થવાને કારણે રાજ્યમાં માવઠાની સ્થિતિ સર્જાઇ રહી છે. આ માવઠાની અસરથી કેરીના ખેડૂતોને ચિંતા છે કે તેમનો પાક સારો રહેશે કે નહીં. પરંતુ હાલમાં કેસર કેરીને લઈ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ માર્કેટ યાર્ડના વેપારીએ જણાવ્યુ કે, હાલ આ સમયમાં ૨૫થી ૩૦ હજાર બોક્ષની આવક હોય છે તેની સામે ૪થી ૫ હજાર બોક્ષની આવક થઇ છે. સીઝન લાંબી ચાલશે હાલ ૧૦ કિલોના ૫૦૦થી ૧૧૦૦ રૂપિયા છે જે કેરીની આવક વધતા ઘટે તેવી સંભવના જોવા મળી રહી છે.

કેરીની મહારાણી ગણાતી કેસર કેરીની હંમેશા લોકો રાહ જોતા રહે છે. પરંતુ છેલા થોડા વર્ષોથી કેરીને વાતાવરણનું ગ્રહણ લાગતું આવ્યું છે અને દર વર્ષે કેરીનો પાક થોડે ઘણે અંશે બગડે પણ છે અથવા મોડો આવે છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાતાવરણને કારણે કેરીના પાક પર અસર થઇ હતી. જો કે જુનાગઢ પંથકની કેસરની ખૂબ માંગ હોય છે અને કેરીનું હબ પણ ગણાય છે. પણ ચાલુ વર્ષે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. આવનારા થોડા દિવસોમાં 10 કિલો કેરીનો ભાવ ૪૦૦થી ૮૦૦ રુપિયે પણ થઇ શકે છે.

જો કે એક તરફ કેરીના ઇજારદાર કહે છે કે, કેરીમાં ખુબ નુકશાન છે અમને ઇજારાના ભાવ મળશે કે નહિ તે હજુ નક્કી નથી. પણ હાલ કેરીની આવક વધી છે જો આવા ભાવ રહેશે તો વાંધો નહિ બાકી કેરીમાં ચાલુ સાલે નુકશાન થયું છે.

ગે રિલેશનશિપ વિશે RSS નેતાએ નિવેદન આપતા ચારેકોર ભડકો થયો, કહ્યું- રાક્ષસો કરતા હત આવું…

ગુજરાત પર ભગવાન બરાબરના નારાજ, ફરી એકવાર કમોસમી વરસાદની ઘાતક આગાહી, આ વિસ્તારમાં પુર આવે એવો ખાબકશે

ઈજા બાદ પહેલીવાર સ્ટેડિયમમાં જોવા મળશે રિષભ પંત, આ ટીમને સપોર્ટ કરશે, ટીમને પણ છે ચારેકોરથી જીતની આશા

ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદ અને વાતાવરણની અસરને કારણે કેસર કેરીની આવક સામાન્ય સમય કરતા મોડી શરુ થઇ છે. પરંતુ હવે ધીમે ધીમે કેરીની આવકમાં વધારો થવા લાગ્યો છે. જુનાગઢ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ ચારથી પાંચ હજાર કેસર કેરીના બોક્ષની આવક થઇ હતી. જેના કારણે હવે સામાન્ય લોકો સુધી પણ કેસર કેરી પહોંચી જશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly