Gujarat News : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ હવે ત્રિજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, ત્યારે 2 દિવસના વિરામ બાદ ફરી ગીર પંથકમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેતપુરમાં 2 કલાકમાં જ 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્તા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધોરાજીમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે ધોરાજી અને સૂત્રાપાડામાં જળબંબાકર સર્જાયું છે.
ધોરાજીમાં પાણીમાં ફસાયેલા 60 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે, ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેને લઈ લોકો પાણીમાં ફસાઈ ગયા હતાં. PI સહિતના પોલીસ જવાનોએ પંચનાથ મહાદેવ વિસ્તારમાંથી ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કર્યુ છે. રાજકોટના ધોરાજીમાં આજે આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ધોરાજીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલા અવેડા લાઈન વિસ્તારના ઘરમાં પાણી ભરાયા છે, ઘરમા પાણી ભરાવાને લઈ સ્થાનિકો મુશ્કેલીમાં છે. રાજકોટના ધોરાજીમાં અનારાધાર વરસાદના પગલે શાક માર્કેટ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. શાક માર્કેટ વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે. સતત વરસાદને લઈ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, જેને લઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાઠાં વિસ્તારમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. ગીરના દરિયા કાઠાં વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. ભારે વરસાદથી માલશ્રમ ગામે પાણી ભરાયા છે, તેમજ કોડીનાર, સુત્રાપાડા, તાલાલા અને વેરાવળના ગ્રામ્ય પંથકોમાં ભારે વરસાદ નોધાયો છે.
સહારામાં ફસાયેલા નાણાં આટલા દિવસોમાં મળી જશે, રોકાણકારોએ પોર્ટલ પર અરજી કરવી પડશે, જાણો પ્રક્રિયા
ખાતામાં 10 હજાર પણ નહોતા અને ATMમાંથી 9 કરોડ રૂપિયા ઉપાડી ગયા! જોરદાર અય્યાશી કરી અને પછી…
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જામકંડોરણા તાલુકામાં સવારથી અસહ્ય બફારા બાદ સાંજના 4 વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ હતી, સાંજના 4 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં જામકંડોરણા તાલુકામાં 7 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના લીધે અનેક નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા.