રાજકોટ એરપોર્ટ પર એક દારૂડિયાએ દારૂ પીને કડક સુરક્ષાની વાટ લગાડી દીધી, એક રીક્ષાએ CISFના જવાનોને દોડતા કર્યા

Lok Patrika
By Lok Patrika
Share this Article

હાલમાં રાજકોટથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં દારૂડિયાએ દારૂના નશામાં રીક્ષા રનવે પર ચડાવી દીધી હતી અને જેના કારણે આખા એરપોર્ટ પર તંત્ર અને લોકો બન્નેમાં અફરા તફરી મચી ગઈ હતી. નશામાં ચુર રીક્ષા ચાલક વીઆઈપી ગેટ તોડીને રનવે પર રીક્ષા પહોંચાડી એરપોર્ટ પર સુરક્ષાને લઈને મોટી ચૂક જોવા મળી હોવાનો એક કેસ સામે આવ્યો છે.

બન્યું કંઈક એવું કે એક દારુડિયો રાજકોટ એરપોર્ટ પર એક રીક્ષા ચાલક વીઆઈપી ગેટ તોડી રનવે સુધી પહોંચી ગયો હતો. જો કે એરપોર્ટ પર મુખ્ય ગેટ સહિત તમામ જગ્યાએ સુરક્ષાને લઇ CISF તૈનાત હોય છે, પરંતુ સીઆઇએસએફની આ સુરક્ષામાં બાકોરું કરીને રીક્ષા ચાલક રિક્ષા સહિત રનવે સુધી પહોંચી ગયો તો કેવી રીતે પહોંચી ગયો એ પણ એક મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે. રીક્ષા ચાલક રનવે સુધી પહોંચતા સ્થાનિક પોલીસ અને સીઆઇએસએફની ટીમ દોડતી થઈ ગઈ હતી. તેમજ સમગ્ર ઘટના બની ત્યારે indigoની બેંગ્લોરની ફ્લાઈટ રનવે પર ઉભી હતી પરંતુ રીક્ષા ચાલક ફ્લાઈટ સુધી પહોંચે તે પહેલા સીઆઈએસએફના જવાનોએ રીક્ષા ચાલકની ઝડપી લીધો હતો.

હાલમાં આ કેસની વાત કરીએ તો રીક્ષા ચાલકને ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઇ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે indigoની ફ્લાઈટના પેસેન્જર થોડીવાર માટે રાહ જોવડાવી હતી અને સુરક્ષાની દ્રષ્ટિએ ફ્લાઈટની પણ તપાસ કરી હતી. ત્યારબાદ રાજકોટ એરપોર્ટ સ્થાનિક પોલીસ તેમજ એસોજી અને બોમ્બ સ્કોવોડ તેમજ ડોગ સ્કોવડ સહીતનું ટીમ એરપોર્ટ પર પહોંચી હતી અને રીક્ષાની તપાસ કરવામાં આવી હતી.

બાગેશ્વર બાબાએ ફરી આપ્યું વિવાદાસ્પદ નિવેદન, સાંઈ બાબા વિશે કહ્યું- શિયાળની ચામડી પહેરવાથી કોઈ સિંહ નથી બનતું

અંબાલાલની સાપ કરડવાની આગાહી છેક દેશ વિદેશમાં ચર્ચાઈ, હવે હવામાન નિષ્ણાતે આ અંગે કર્યો મોટો ઘટસ્ફોટ, તમે પણ જાણી લો

કપિલ શર્મા ફૂલ દારૂ પી ગયો અને ભાન ભૂલ્યો, વડાપ્રધાન મોદી વિશે આવું આવુ કહ્યુ અને પછી થયો મોટો હંગામો

બધી રીતે ચેકિંગ કરતા કોઈ એવી વસ્તુ મળી ન હતી. રિક્ષા ચાલક દીપક જેઠવા નશામાં હોય અને આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે રિક્ષા ચાલક સાથે હાલ ગાંધીગ્રામ પોલીસ પૂછપરછ કરી રહી છે, ત્યારે રનવે સુધી તમામ સુરક્ષા તોડી રિક્ષા પોહચી ગઈ ત્યાં સુધી CISF શું કરી રહી હતી તે મોટો સવાલ થઈ રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આવી ઘટના બંધ થઈ જાય અને ફરીથી સુરક્ષામાં કોઈ બાકોરું ન કરી શકે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly