યુકેમાં એક મહિલા તેના પતિને ભાડે આપી રહી છે. આ માટે મહિલાએ એક વેબસાઈટ પણ શરૂ કરી છે. વેબસાઇટનું નામ રેન્ટ માય હેન્ડી હસબન્ડ છે. પતિ ઘરના કામકાજ ખૂબ જ સારી રીતે કરે છે. તો પતિ-પત્નીએ વિચાર્યું કે પતિની આ આવડતથી થોડા પૈસા કેમ ન કમાઈએ. પતિને ભાડે આપનારી મહિલાનું નામ લૌરા યંગ છે. તેનો પતિ તેને ઘરના કામમાં ઘણી મદદ કરે છે. લૌરાના પતિનું નામ જેમ્સ છે. આ દંપતીને ત્રણ બાળકો છે. જેમ્સ લૌરાને દરેક બાબતમાં મદદ કરે છે.
લૌરાએ જણાવ્યું કે જેમ્સે ઘર માટે પથારી તૈયાર કરે છે. તેમાં 9 ફૂટનો ફેમિલી બેડ પણ સામેલ છે. તેણે ઘરનું રસોડું પણ ફીટ કર્યું છે. અને ડાઇનિંગ ટેબલ સંપૂર્ણપણે રેડી કરે છે. લૌરા કહે છે કે જેમ્સને પેઇન્ટિંગ, ડેકોરેશન, ટાઇલ અને કાર્પેટ નાખવાનો પણ શોખ છે. “જેમ્સને આ બધું કામમાં આવડે છે તો શા માટે તેની આ પ્રતિભાનો ઉપયોગ કરીને તેને ભાડે મોકલવામાં ન આવે.”
લૌરાએ કહ્યું કે લોકો તેની વેબસાઇટમાં ખૂબ જ રસ દાખવી રહ્યા છે. પરંતુ કેટલાક એવા પણ છે જેમને આ વિચાર પસંદ ન આવ્યો. તેઓને લાગે છે કે મારાથી કોઈ ખોટું કામ થઈ રહ્યું છે પણ મારી પાસે પૈસાની તંગી છે તો પણ હું ખોટું નહીં કરું. જેમ્સ જાણે છે કે ટ્રેમ્પોલીન કેવી રીતે ઇન્સ્ટોલ કરવી, કેબિનેટ કેવી રીતે બનાવવી અને તેને રૂમમાં કેવી રીતે ફિટ કરવી. જેમ્સ પણ મોટર મિકેનિક્સનો અભ્યાસ કરવા કોલેજમાં જવા માંગે છે. આ માટે પરિવારને પૈસાની જરૂર છે.
લૌરાએ વધુમાં કહ્યું, “જેમ્સને શરૂઆતથી જ બાંધકામમાં કામ કરવાનું પસંદ હતું, મેં હંમેશા તેને પરિવારના ઘરો બનાવવામાં, મિત્રોના ઘરો બાંધવામાં અને મિત્રોના પરિવારો બનાવવામાં મદદ કરતા જોયા છે. અમારા ઘરનું ભાડું લગભગ 35 યુરો એટલે કે લગભગ 2800 રૂપિયા છે અને બીજી તરફ આમારી પાસે કોઈ કામ નથી. લોકોના બજેટ પ્રમાણે તેની વેબસાઇટ પર કામ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે તેમની વેબસાઈટમાં દિવ્યાંગો અને વૃદ્ધોને પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.