ગુજરાતના દરેક જિલ્લામાં હાલમાં ઠંડી પડી રહી છે અને અમુક વિસ્તારો તો બરફ જેવા થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની સાથે કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતમાં ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે.
જો આપણે કૃષિ વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ વાત કરીએ તો જીરુનો પાક માવઠા અને ભેજવાળા હવામાન પ્રત્યે સંવેદનશીલ હોવાથી તેમાં રોગ આવી શકે છે. આગામી 28મી જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની પુરી શક્યતા છે. આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોનું હવામાન પલટાશે એવી પણ આગાહી છે અને વરસાદ ખાબકશે.
બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે. 28 જાન્યુઆરીની આસપાસ ઉત્તર ગુજરાતથી લઈને પૂર્વ ગુજરાતમાં હવામાન પલટાશે. તો દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પણ પલટાશે. જેના કારણે ઠંડીમાં વધારો થશે. તચો વળી કચ્છ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે ઠંડી પડી શકે છે.આ આ સાથે જ અમદાવાદમાં પણ માવઠાની અસર જોવા મળશે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે અમુક જગ્યાએ વરસાદના છાંટા પડે તો નવાઈ નહીં.
અદાણી અંબાણીનું સુરસુરિયું: ટોપ-10 ધનવાનોના લિસ્ટમાં અદાણી 7માં નંબરે અને અંબાણી તો ગાયબ થઈ ગયાં
આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં C અને ઠંડા પવનો ફૂંકાશે. વાતાવરણના આ ફેરફરાને કારણે જીરાનો પાક ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થવાની શકયતા છે. એક તરફ હાલમાં લગ્નની સિઝન પણ પુરજોશમાં ચાલી રહી છે અને લોકો માંગલિક પ્રસંગને વધાવવા માટે ચારેકોર દોડધામ કરતા જોવા મળી રહ્યા છે, જોકે, સવારના મુહૂર્તના ટાણે વેવાઈ પક્ષની હાલત કફોડી બને છે. મોડી સાંજ પછી પણ સૂસવાટા મારતા પવનના કારણે લગ્ન પ્રસંગમાં મહાલતી વખતે મહિલાઓને સ્વેટર-સ્કાફ પહેરીને ઠંડી સામે રક્ષણ મેળવવું પડે છે. આજે પણ 10 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.