જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા બાદ ગલીએ-ગલીએ ગાડીના ટાયરો ફરતા થયા, અસલી કારણ જાણીને માનવામાં નહીં આવે

Lok Patrika Desk
By Lok Patrika Desk
girnar
Share this Article

જૂનાગઢમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. છેલ્લા ચાર કલાકથી જૂનાગઢમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઈંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસી ગયું છે. જૂનાગઢમાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વાહનચાલકો રસ્તા પર અટવાઇ ગયા છે. ત્યાં જ જે કાર કે બાઇકો રસ્તા પર પાર્ક કરવામાં આવ્યા હતા. તે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઇ ગયા છે.

girnar


આ દરમિયાન જૂનાગઢના રોડ પર ટાયરોનો ઢગલો એકસાથે તણાતો જોવા મળ્યો છે. ત્યાં જ રસ્તા પર જ્યારે વાહનચાલકો ઉભા હતા ત્યારે માત્ર ટાયરો જ પાણીના પ્રવાહમાં જોવા મળ્યા હતા. જૂનાગઢમાં કોઇ સ્થાને ટાયરોનો ઢગલો પડ્યો હતો. જ્યાં ધોધમાર વરસાદ વરસતા આ ટાયરોનો જથ્થો પાણીમાં તણાઇ ગયો હતો. જે બાદ આખા શહેરમાં આ ટાયરો ફરતા જોવા મળી રહ્યા છે.જૂનાગઢમાં અતિભારે વરસાદને લીધે બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. 15 વર્ષ પછી ભારે પૂરથી જૂનાગઢમાં અતિભયાનક દ્રશ્યો સર્જાયા છે. જૂનાગઢમાં જ્યાં જુઓ ત્યાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ઘણા લોકોની કાર પણ આ પૂરમાં તણાઇ ગઇ છે.

girnar

સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના

ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે

180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ

જૂનાગઢમાં ધોધમાર વરસાદ બાદ કલેક્ટર, એસપી, મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઇંચ વરસાદ વરસ્યો હોવાનું અનુમાન છે. હજુ પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. જેથી સરકારી તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર નહીં નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.હાલમાં થયેલ ભારે વરસાદના કારણે ભવનાથ વિસ્તાર, દામોદર કુંડ, વિલીંગ્ડન ડેમ તેમજ હસનાપુર ડેમમાં પાણીની પુષ્કળ આવક થયેલ હોય જેથી જૂનાગઢના નાગરિકોને આ સ્થળો પર અવર જવર ન કરવા તેમજ સાવચેતી રાખવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે.


Share this Article
TAGGED: , ,