ભારતીય રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. RBI એ રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ સાથે, હવે તમારા ઘર અને કાર લોનના EMI ઘટશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે રેપો રેટ ઘટીને 6 ટકા થઈ ગયો છે.
ટેરિફ વોરની વધતી જતી મુશ્કેલીઓ વચ્ચે RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ટેરિફને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં પડકારો જોવા મળી રહ્યા છે.