ભારતમાં સેક્સ વર્કને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. જે બાદ હવે પોલીસ પુખ્ત વયના સહમતિથી સેક્સ વર્ક કરનારા લોકો સામે ફોજદારી કાર્યવાહી કરી શકશે નહીં. ભારતના આ નિર્ણય પહેલા ઘણા દેશોએ અહીં સેક્સ વર્કને કાયદેસર અને નિયમન કર્યું છે. સુપ્રીમ કોર્ટે સેક્સ વર્કને પ્રોફેશન ગણાવ્યું છે.
કોર્ટે કહ્યું કે, સેક્સ વર્કર્સને પણ તેમના ‘વ્યવસાય’નું પાલન કરીને સન્માન સાથે જીવવાનો અધિકાર છે. બીજી બાજુ અન્ય દેશોએ સેક્સ વર્કને કાયદેસર બનાવવા પાછળના કારણો તરીકે સંગઠિત અપરાધ, માનવ તસ્કરી, આરોગ્યસંભાળ અને સલામતીનો ઉલ્લેખ કર્યો હતો. આજે અહી આવા જ દેશો વિશે માહિતી આપવામા આવી છે જ્યા આ બધુ સાવ સામાન્ય બની ગયુ છે.
1- નેધરલેન્ડ: સેક્સ વર્કને કાયદેસર અને નિયમન કરનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક છે. 2000થી અહીં સેક્સ વર્કનું નિયમન કરવામાં આવે છે. જો કે, અહીં દેહવ્યાપાર છેલ્લા એક દાયકાથી ચાલી રહ્યો છે. નેધરલેન્ડ્સમાં સંગઠિત અપરાધનો સામનો કરવા, માનવ તસ્કરીને મર્યાદિત કરવા, સેક્સ વર્કરોને આરોગ્યસંભાળની યોગ્ય ઍક્સેસ પ્રદાન કરવા અને સેક્સ વર્કને વધુ સુરક્ષિત બનાવવા માટે સેક્સ વર્ક કાયદેસર કરવામાં આવ્યું હતું.
2- સ્વિટ્ઝર્લેન્ડ: 1942થી અહી સેક્સ વર્ક કાયદેસર છે. પરંતુ દેશમાં પ્રથમ કાનૂની વેશ્યાલય વર્ષ 1998માં ખોલવામાં આવ્યું હતું. સામાન્ય રીતે સેક્સ વર્કર્સ અહીં વેશ્યાગૃહોમાં કામ કરે છે અથવા ઓળખાયેલા સ્થળોએ સેક્સ વર્ક માટે દરરોજ ટિકિટ ખરીદે છે.
3- જર્મની: યુરોપનું ‘સૌથી મોટું વેશ્યાલય’ જર્મનીમાં છે. એવું માનવામાં આવે છે કે અહીં 1800થી સેક્સ વર્ક ચાલી રહ્યું છે. પરંતુ વર્ષ 2002માં સરકારે તેને ઔપચારિક રીતે કાયદેસર બનાવી દીધું અને પછી આ વેપાર ખૂબ જ ઝડપથી વધ્યો. 2019ના એક રિપોર્ટ અનુસાર ત્યારે અહીં લગભગ 1,300 અબજ રૂપિયાનો વાર્ષિક બિઝનેસ હતો અને લગભગ 10 લાખ સેક્સ વર્કર્સ અહીં કામ કરતી હતી.
4- ગ્રીસ: રજિસ્ટર્ડ વેશ્યાલયોમાં સેક્સ વર્ક કાયદેસર છે. પરંતુ એથેન્સમાં મોટાભાગના વેશ્યાગૃહો નોંધાયેલા નથી. અહીં સ્ટ્રીટ વેશ્યાવૃત્તિ પણ કાયદેસર છે. આમ છતાં મોટાભાગની મહિલાઓ શેરીઓમાં સેક્સ વર્ક કરે છે.
5- બાંગ્લાદેશ: વર્ષ 2000થી સેક્સ વર્ક કાયદેસર અને નિયંત્રિત છે. મોટા આંદોલન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 100 સેક્સ વર્કરોને એક વર્ષ સુધી કસ્ટડીમાં રાખવામાં આવી હતી જે પછી ત્યાં મહિલાઓની સ્વતંત્રતા અને સમાન અધિકારો માટે એક મોટું આંદોલન ઊભું થયું હતું. ત્યારબાદ બ્લુ પ્રિન્ટ તૈયાર કરીને સેક્સ વર્કને કાયદેસર બનાવવામાં આવ્યું હતું.