અરબ સાગરમાં બિપરજોય વાવાઝોડું સક્રિય છે. ત્યારે ભારે પવન સાથે અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. તેને લઈને તંત્રએ તમામ તૈયારીઓ પૂરી કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આગામી બે કલાકમાં જ વાવાઝોડાનું લેન્ડફોલ થાય તેવી સંભાવના છે.વરસાદની વાત કરીએ તો, મોટેભાગે દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. વાવાઝોડાની અસરને પગલે ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં પોરબંદરમાં 17 મીમી, નલિયામાં 17 મીમી, ભુજમાં 12 મીમી, કંડલામાં 12 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત હવાની ઝડપ અંગે હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે, દ્વારકામાં 48 કિલોમીટર પ્રતિ કલાક, ઓખામાં 32 કિલોમીટર પ્રતિ કલાક, દિવમાં 56 કિલોમીટર પ્રતિ કલાક, નલિયામાં 34 કિલોમીટર પ્રતિ કલાક, વેરાવળમાં 39 કિલોમીટર પ્રતિ કલાક, ભુજ 24માં કિલોમીટર પ્રતિ કલાક, કંડલામાં 33 કિલોમીટર પ્રતિ કલાક, પોરબંદરમાં 37 કિલોમીટર પ્રતિ કલાક, અમદાવાદમાં 38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે.
આ પણ વાંચો
બિપરજોય વાવાઝોડાના રેડ એલર્ટ વચ્ચે આ છે રેલવેનો એક્શન પ્લાન, ઘણી ટ્રેનો રદ, જુઓ યાદી
14 દેશો, બે લાખ લોકોના મોત અને ચારેકોર વિનાશ… 19 વર્ષ પહેલા સુનામીની તબાહી જોઈને પણ સહન નહીં થાય
આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી અમુક કલાક દરિયાકિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ રહેશે. ખાસ કરીને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી આપી છે. વાવાઝોડાની સ્થિતિ અંગે વાત કરીએ તો, હાલ વાવાઝોડું જખૌ બંદરથી 100 કિલોમીટર દૂર છે. જે આગામી બેથી ત્રણ કલાકમાં જ લેન્ડફોલ થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.