Data Leak: શનિવારે સાયબરાબાદ પોલીસે વિનય ભારદ્વાજ નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી, જે લોકોનો ડેટા ખોટી રીતે વેચતો હતો. આ મામલામાં પોલીસે ત્રણ બેંકો, એક સોશિયલ મીડિયા કંપની, એક આઈટી કંપની વગેરે સહિત 11 અલગ-અલગ સંસ્થાઓને નોટિસ મોકલી છે અને ડેટા લીક મામલે તેમના પ્રતિનિધિને હાજર થવા જણાવ્યું છે. વિનય ભારદ્વાજ નામનો આ વ્યક્તિ 24 શહેરો અને 8 મેટ્રોપોલિટન શહેરોના લોકોનો ડેટા અલગ-અલગ રીતે ચોરી કરતો હતો અને પછી તેને થોડા પૈસા માટે અલગ-અલગ લોકોને વેચતો હતો.
#CyberabadPolice busted a data theft gang who has been involved in the theft, procurement, holding, and selling of personal and confidential data of 66.9 crore individuals and organizations across 24 states and 8 metropolitan cities. pic.twitter.com/Y6bdOfbGUF
— Cyberabad Police (@cyberabadpolice) April 1, 2023
આ કંપનીઓને નોટિસ મોકલવામાં આવી
પોલીસે જે 11 અલગ-અલગ સંસ્થાઓને નોટિસ મોકલી છે તેમાં બાયજુસ, વેદાંતુ, એમેઝોન, નેટફ્લિક્સ, પેટીએમ, ફોન પે અને અન્ય ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે. સાયબરાબાદ પોલીસે આ કંપનીઓના અધિકારીઓને ફોન કરીને એ જાણવા માટે બોલાવ્યા છે કે કંપની લોકોના અંગત ડેટાનું સંચાલન કેવી રીતે કરે છે. જો મેનેજમેન્ટમાં કોઈ ભૂલ હશે તો તેને કેવી રીતે સુધારી શકાય તે અંગે પોલીસ અધિકારીઓને પણ જાણ કરશે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિ ‘InspireWebz’ નામની વેબસાઈટ ચલાવતો હતો અને ક્લાઉડ ડ્રાઈવ લિન્ક દ્વારા અલગ-અલગ ગ્રાહકોને ડેટા વેચતો હતો.
બાળકો, કર્મચારીઓ સહિત ડેટા વેચતો
વિનય ભારદ્વાજ નામના આ વ્યક્તિ પાસે સરકારી કર્મચારીઓનો ડેટા મળી આવ્યો છે, જેમાં લોકોના પાન કાર્ડની વિગતો, ડીઓબી, ફોન નંબર વગેરે સહિતની ઘણી મહત્વપૂર્ણ માહિતી સામેલ છે. પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને લેપટોપ સહિત વિવિધ કેટેગરીમાં અનેક મહત્વપૂર્ણ ડેટા કબજે કર્યા છે.