બરાબર એક અઠવાડિયા પછી આાગમી 7મી મેના રોજ યોજાનારી તલાટી કમ મંત્રીની ભરતી માટેની પરીક્ષાને લઈને પરીક્ષા બોર્ડ ભારે તૈયારી કરી રહ્યું છે અને આ પરીક્ષાને લઈને તંત્ર તમામ તકેદારી રાખી રહ્યું છે, ફ્રિસ્કિંગની કામગીરી ઉપરાંત ઉમેદવારોના ફોટો-વિડિયો લેવા માટે પોલીસ સ્ટેશનમાં ઉપલબ્ધ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ શક્ય તેટલા પરીક્ષા કેન્દ્ર પર કરવાની પણ સુચના આપવામાં આવી છે. ચોરીની ઘટવાનો અવકાશ ન રહે તે માટે બોર્ડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ પોલીસ સ્ટાફ કરવાનું જ છે.
આ સિવાય વાત કરવામાં આવે તો જે પણ ઉમેદવારો પરીક્ષા આપવાના છે તે ઉમેદવારોની તપાસ માટે ખાસ સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત પરીક્ષા શરુ થાય તેના બે કલાક પહેલા જ ઉમેદવારોનું ચેકિંગ શરુ કરવાની સુચના આપવામાં આવી છે. તલાટી કમ મંત્રીની 3 હજારથી વધુ જગ્યાઓ માટે લેખિત પરીક્ષા યોજાવાની છે. જેને લઈને 8 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવાને છે.
આ વખતે પરીક્ષામાં કોઈ ખામી ન સર્જાય અને ગેરરીતી કે ગેરવ્યવસ્થા ન સર્જાય તેને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડ એકદમ નજીવી બાબતો પણ જોઈ રહ્યું છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર જરુરી સંખ્યામાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા તમામ ઉમેદવારનું 100 ટકા ફ્રીસ્કિંગ કરવાની સુચના આપવામાં આવી છે.
અમર આત્માઓ: હનુમાનજી એક જ નહીં કળિયુગમાં આટલા લોકો હજુ પણ જીવે છે, જોઈ લો આ દિવ્ય પુરુષોની યાદી
આ બેંક વેચવાની જોરદાર તૈયારી, બરાબર એ પહેલા જ આવ્યા મોટા સારા સમાચાર, સરકાર પણ ખુશ! તમે પણ જાણી લો
દર 300 ઉમેદવારો દીઠ પોલીસ બંદોબસ્ત ફાળવવાની સુચના આપવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર દીઠ એક પીએસઆઈ કે એએસઆઈ, 4 કોન્સ્ટેબલ (2 પુરુષ અને 2 મહિલા) તેમજ 2 ટ્રાફિક કોન્સ્ટેબલદરેક જિલ્લા સ્ટ્રોંગ રુમ પર એક પીઆઈ કે પીએસઆઈ 24 કલાક તૈનાતીમાં રહેવાના છે. પરીક્ષાના દિવસે પરીક્ષા શરુ થયાના ત્રણ કલાક પહેલા ફોન સહિત બધા જ ડિવાઈસ સ્વીચ ઓફ કરી જમા લઈ સંબંધિત કેન્દ્રના બોર્ડ પ્રતિનિધિને આપવાના આદેશ છે.