આજે ૧૧ વાગ્યે કરોડો ગુજરાતીઓના ફોન એકસાથે રણકશે, એક જ સમયે રિંગ વાગશે, પરંતું કંઈ જોખમ જેવું નથી, જોખમ ટાળવાનું છે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : 16 ઓક્ટોબર, 2023 સોમવાર એટલે કે આજે સવારે 11 વાગ્યે રાજ્યમાં ‘Large Scale Testing of Cell Broadcast’ થવા જઈ રહ્યું છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ વિવિધ કુદરતી આફતોની મહત્વપૂર્ણ માહિતી મોબાઇલ ઉપકરણો પર મોકલવાની સુવિધા છે. હવામાનની ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી સુધીની માહિતી મોબાઇલ ઉપકરણો દ્વારા લોકોને સુરક્ષિત રાખવા માટે મોકલવામાં આવશે. આ અંગેનો ટેસ્ટ મેસેજ તમારા મોબાઇલમાં ટ્રાન્સમિટ થશે.

 

આ નમૂના ચકાસણી સંદેશ

ભારત સરકારના દૂરસંચાર વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. આ સંદેશ પર ધ્યાન આપશો નહીં કારણ કે તમારા તરફથી કોઈ ક્રિયા અથવા ચિંતાની જરૂર નથી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલી દેશવ્યાપી ઇમરજન્સી વોર્નિંગ સિસ્ટમની ચકાસણી કરવા માટે આ સંદેશ મોકલવામાં આવ્યો છે.

 

 

જાહેર સલામતીમાં વધારો થાય અને કટોકટી દરમિયાન જાનહાનિને અટકાવવાના હેતુથી ભવિષ્યમાં અમલમાં મૂકવામાં આવનારી સિસ્ટમની કસોટીના ભાગરૂપે આ સંદેશ મોકલવામાં આવશે, એમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર, ગાંધીનગર દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે.

 

અંબાલાલની દિલમાં ધ્રાસકો પાડી નાખે એવી આગાહી, એકસાથે બે-બે વાવાઝોડાનો ભયંકર ખતરો, જાણી લો તારીખ-સમય

ખેલૈયાઓ ખાસ જાણી લેજો હવામાન વિભાગની નવી આગાહી, જાણો પહેલા-બીજા નોરતે ક્યાં કેટલો વરસાદ ખાબકશે!

ખેલૈયાઓ ખાસ જાણી લેજો હવામાન વિભાગની નવી આગાહી, જાણો પહેલા-બીજા નોરતે ક્યાં કેટલો વરસાદ ખાબકશે!

 

આપત્તિ સંદેશાઓ વિવિધ માધ્યમો દ્વારા મોકલી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, સેચેટ પોર્ટલ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- એનડીએમએ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા લોકોને આપત્તિ સંબંધિત સંદેશા મોકલી શકાય છે.

 

 

 


Share this Article