નવી સંસદ ભવનનો પહેલો દિવસ, PM મોદી પોતાના હાથમાં બંધારણ સાથે જૂના બિલ્ડીંગમાંથી નવા બિલ્ડિંગમાં જશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

New Parliament Building :  આઝાદ ભારતના લોકતંત્રના પ્રતિક સમા સંસદની જૂની ઈમારત (Old building) આજે ઈતિહાસના પાનાઓમાં નોંધાશે અને આજે ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi) દિવસે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થશે, ત્યારબાદ નવા ભવનમાં સંસદીય કાર્યવાહી શરૂ થશે. આ પહેલા સેન્ટ્રલ હોલમાં જૂની ઇમારતને વિદાય આપવા માટે ખાસ કાર્યક્રમ રાખવામાં આવશે. સંસદીય વારસા અને સંસદીય ગૌરવના સાક્ષી બનેલા સંસદના જૂના ભવનના તમામ સાંસદો આજે નવી ઇમારતમાં જશે અને આજથી નવા ભવનમાં સંસદનું વિશેષ સત્ર યોજાશે, પરંતુ તે પહેલાં જૂની ઇમારતને વિદાય આપવામાં આવશે.

 

આ માટે લોકસભા સચિવાલય તરફથી બુલેટિન પણ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ સવારે 9:30 વાગ્યે તમામ સાંસદોનો ગ્રુપ ફોટો હશે, જે જૂની બિલ્ડિંગમાં ગોઠવવામાં આવ્યો છે.

જૂના બિલ્ડીંગના સેન્ટ્રલ હોલમાં ખાસ કાર્યક્રમ યોજાશે

આ પછી, સવારે 11 વાગ્યે જૂની ઇમારતના સેન્ટ્રલ હોલમાં એક વિશેષ સમારોહ યોજાશે, ત્યારબાદ પીએમ મોદી પગપાળા નવી ઇમારત પર પહોંચશે. આ દરમિયાન સંવિધાન પણ વડાપ્રધાનના હાથમાં રહેશે. બધા મંત્રીઓ અને સાંસદો તેમની પાછળ હશે. તમામ સાંસદો નવા ઓળખપત્રો સાથે નવી ઇમારતમાં પ્રવેશ કરશે. નવા ભવનમાં લોકસભા બપોરે 1.15 વાગ્યે શરૂ થશે, જ્યારે રાજ્યસભા બપોરે 2.15 વાગ્યે શરૂ થશે.

 

 

આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, રાજ્યસભામાં વિપક્ષના નેતા પીયૂષ ગોયલ સહિત અન્ય લોકો હાજર રહેશે.

 

 

મનમોહન સિંહ સંસદીય મુલાકાતના અનુભવો વહેંચશે

લોકસભામાં સૌથી લાંબા સમય સુધી સાંસદ રહી ચૂકેલા મેનકા ગાંધી, રાજ્યસભામાં સૌથી લાંબા સમય સુધી સાંસદ રહેલા મનમોહન સિંહ અને બંને સદનોમાં લાંબા સમય સુધી સાંસદ રહી ચૂકેલા શિબુસરેન પોતાની 75 વર્ષ લાંબી સંસદીય યાત્રા પર પોતાના અનુભવો શેર કરશે. સેન્ટ્રલ હોલના આ કાર્યક્રમમાં 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવી દેવાશે તેવો પણ સંકલ્પ કરવામાં આવશે.

 

નોઇડામાં 21 અને 22 સપ્ટેમ્બરે શાળાઓ અને કોલેજો બંધ રહેશે, આ કારણે લેવામાં આવ્યો નિર્ણય

ગણેશ ચતુર્થી પહેલા ટાઈગર શ્રોફે શેર કર્યો ‘ગણપત’નો ફર્સ્ટ લૂક, કૃતિ સેનન સાથે ફરી જોવા મળશે

BREAKING: કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી, 20 સપ્ટેમ્બરે સંસદમાં રજૂ થઈ શકે છે

 

જૂના સંસદ ભવનમાં 96 વર્ષથી પણ વધુ સમય સુધી અનેક મહત્વપૂર્ણ ઘટનાક્રમો અને ભારતની લોકતાંત્રિક યાત્રા જોવા મળી. જૂના સંસદ ભવનનું ઉદ્ઘાટન 18 જાન્યુઆરી, 1927ના રોજ તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિને કર્યું હતું. આ ઇમારતમાં સંસ્થાનવાદી શાસન, દ્વિતીય વિશ્વયુદ્ધ, સ્વતંત્રતાનો ઉદય, બંધારણનો સ્વીકાર અને અનેક ખરડાઓ પસાર થયાની સાક્ષી બની હતી, જેમાંના ઘણા ઐતિહાસિક અને ઘણા વિવાદાસ્પદ હતા.

 

 


Share this Article