Gujarat Weather: ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે વરસાદની આગાહી છે કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. જેમ કે, વસારી, તાપી, ડાંગ અને વલસાડ. જ્યારે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે. ત્યારે આજે 30 તારીખે પણ ઘણા વિસ્તારમાં માવઠાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. હવામાન વિભાગે આજ માટે પણ ગુજરાતમાં માવઠાંની આગાહી કરી છે. ખેડૂતો પણ ચિંતામા પડી ગયા છે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા બુધવારે આપેલી માહિતી પ્રમાણે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે. દાહોદ, નર્મદામાં માવઠું થઈ શકે છે. છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં આજે માવઠાની આશંકા છે. દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
હવામાનના આજના મેપ પ્રમાણે વરસાદની શક્યતાઓ જોઈએ તો નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. બેથી 16 ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપો આવશે.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
19થી 22 ડિસેમ્બરમાં વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરનાં પર્વતિય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. 9થી 16 ડિસેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે એવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વાત કરી છે.