લોકોને એમ હતું કે હવે ગુજરાતમાં માવઠું નહીં પડે, જો કે એવું કંઈ થયું નથી અને આજે ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદનું જોર થોડુ ઘટ્યું છે પરંતુ સાવ ખતરો પુરો જ થઈ ગયો એવું ન કહી શકાય, કારણ કે એપ્રિલ માસમાં માવઠા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં આજે પણ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે.
આજની આગાહીમાં કેટલાક જગ્યાએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. માવઠાની સંભાવનાની વચ્ચે ગરમીનું જોર પણ વધી રહ્યું છે. ગરમીનું જોર રાજ્યમાં સતત વધ્યું છે, જેમાં મહત્તમ તાપમાનનો પારો 40ને પાર થઈ ગયો છે. અમદાવાદમાં ગરમીનું જોર વધવાનું શરુ થઈ ગયું છે. ગઈકાલે અહીં પારો 41 ડિગ્રી નોંધાયો હતો. આ સિવાય પણ રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 40ને પાર નોંધાયું હતું. આજે કે 13મી એપ્રિલે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
વિજળીનું બિલ થઈ જશે સાવ મફત! સરકાર લાવી તમારા માટે જબરદસ્ત સ્કીમ, AC-Cooler બધું જ ફ્રીમાં ચાલશે
આજે ક્યાં ક્યાં વરસાદ ખાબકશે એની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાયના ભાગોમાં રાજ્યનું આજનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ફરીથી ખેડૂતો અ લોકો પણ ચિંતામા મુકાયા છે.