અમદાવાદ ખાતે આવેલી શાકભાજી મંડી જમાલપુરમાં હોલસેલનો વેપારી જણાવે છે કે “ટામેટાની વાત કરીએ તો હાલ મુંબઈ અને બેંગ્લોર ખાતે જ ટામેટા છે, જે દેશ આખામાં પુરા પડે છે અને એટલે જ ભાવ વધેલા છે. બીજું કે અન્ય રાજ્યમાં વધારે વરસાદ થવાથી પાકને નુકસાન થયું છે અને શોર્ટ સપ્લાયના કારણે ભાવમાં ભડકો થયો છે અને આગામી દિવસોમાં પણ ભાવ વધેલા જ રહેવાના છે, એકાદ મહિના બાદ ભાવ કાબુમાં આવે તેવી શક્યતા છે.
આગામી દિવસોમાં વરસાદ ઓછો કે વધુ થશે તો પણ ભાવ વધશે. અગાઉ શરૂઆતમાં ઓછા અને બાદ,આ અતિવૃષ્ટિથી ભાવમાં વધારો જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે પાકમાં કીટ આવવાના કારણે મોટાભાગનો પાક નાશ પામ્યો હતો.
શાકભાવજીના છૂટક અને જથ્થાબંધ ભાવ હાલ આ પ્રમાણે છે. પ્રતિ કિલોના હિસાબે અમદાવાદમાં ચાલતા ભાવ આ મુજબ છે. ટામેટા હોલસેલમાં ₹130 અને છૂટકમાં ₹180-240 રૂપિયા. કોથમીર હોલસેલમાં ₹150 અને છૂટકમાં વેચાણ 200-300 રૂપિયા. આદુ જથ્થાબંધ ભાવ ₹300 જયારે છૂટક ₹400.કોબીનો ભાવ જથ્થાબંધ ₹15 જયારે છૂટક ₹40 છે.મરચાં જથ્થાબંધ ભાવ ₹70-80 અને છૂટકમાં ₹160 નો ભાવ બોલાય છે.
રેલ્વે મુસાફરોને બખ્ખાં જ બખ્ખાં, હવે ટ્રેનની ટિકિટ સાથે ફ્રીમાં મળશે આ સુવિધાઓ, મોટી જાહેરાત થઈ ગઈ!
ગુવાર હોલસેલ ભાવ ₹60-70 જયારે રિટેલમાં ભાવ ₹100-120 રૂપિયા છે. કાકડી જથ્થાબંધ ભાવ ₹35 જ્યારે છૂટક ₹60-80 છે. ચોરી જથ્થાબંધ ₹80-100 જયારે છૂટક ₹160 રૂપિયા છે. ભીંડા જથ્થાબંધ ₹40-60 જયારે છૂટકમાં ₹80-100 રૂપિયા છે. કેપ્સીકમ જથ્થાબંધ ₹100 જયારે છૂટકના ભાવ ₹120-160 રૂપિયા છે. વટાણા જથ્થાબંધ ₹120 જયારે છૂટક ₹150-160 રૂપિયા છે. કારેલા જથ્થાબંધ ભાવ ₹65 જયારે છૂટક ₹100 અને રીંગણ જથ્થાબંધ ભાવ ₹60 જયારે છૂટક ₹80-100 રૂપિયા છે.