અમીર હોય કે ગરીબ, તમને દેશના દરેક રસોડામાં બટાકા, ડુંગળી અને ટામેટાં જોવા મળશે. હાલમાં લોકોના રસોડામાં બટાટા અને ડુંગળી દેખાઈ રહ્યા છે, પરંતુ ટામેટાં ગાયબ થઈ ગયા છે. તેનું કારણ છે ટામેટાંના વધતા ભાવ. હકીકતમાં, છેલ્લા 3 અઠવાડિયામાં ટામેટાંના ભાવમાં 700 ટકા સુધીનો વધારો થયો છે. તો વળી બીજી શાકભાજીના ભાવ પણ આસમાને છે. કારણ કે બધી જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. આજના ભાવ અમદાવાદમાં કંઈક આ પ્રમાણે જોવા મળી રહ્યા છે.
રિટેલ બજારમાં શાકભાજીના કિલોના ભાવ
શાકભાજી ભાવ/પ્રતિ કિલો
ટામેટા – ૧૦૦ રૂ.
ગીલોડી – ૮૦ રૂ.
ચોળી – ૧૦૦ રૂ.
ભીંડા – ૪૦ રૂ.
પરવર – ૮૦ રૂ.
દૂધી – ૪૦ રૂ.
રીંગણ – ૬૦ રૂ.
તુરીયા – ૮૦ રૂ.
કોબીજ – ૪૦ રૂ.
ફુલાવર – ૧૦૦ રૂ.
ગવાર – ૫૦ રૂ.
સિમલામરચા – ૮૦ રૂ.
મરચા – ૮૦ રૂ.
વટાણા – ૧૨૦ રૂ.
આદુ – ૩૦૦ રૂ.
ટીંડસા – ૭૦ રૂ.
કારેલા – ૮૦ રૂ.
લીંબુ – ૬૦ રૂ.
કોથમીર – ૨૦૦ રૂ.
બટાકા – ૨૦ રૂ.
ડુંગળી – ૨૦ રૂ.
કાકડી – ૪૦ રૂ.
400 ટકાનો ઉછાળો
ટામેટાના વધતા ભાવ એવા છે કે છેલ્લા 3 અઠવાડિયામાં તેની કિંમતમાં 400 ટકાનો ઉછાળો નોંધાયો છે. દિલ્હીની મંડીઓમાં ત્રણ અઠવાડિયા પહેલા સુધી સારી ગુણવત્તાના ટામેટા રૂ. 15ના ભાવે વેચાતા હતા, જે હવે વધીને રૂ. 60ને પાર કરી ગયા છે.
OMG! ભારતીય મહિલાઓ પાસે ઘરના કબાટમાં છે 100 લાખ કરોડનુ સોનુ, વિશ્વની ટોચની 5 બેંકો કરતાં પણ વધારે
કેમ આટલા બધા ભાવ વધ્યા
ટામેટાંના ભાવ વધવા પાછળનું એક મોટું કારણ એ છે કે દેશના કેટલાક રાજ્યોમાં ખેડૂતો ટામેટાની ખેતીથી દૂર રહેવા લાગ્યા છે. ટામેટાની ખેતી ટાળવાનું કારણ જાણવા માટે તમારે વર્ષ 2020 અને 2021માં ચાલવું પડશે. જો તમને યાદ હોય કે આ તે વર્ષ હતું જ્યારે ખેડૂતોએ ઇનપુટ્સની ઉપલબ્ધતા ન હોવાને કારણે ટામેટાની ખેતી ન કરવાનો નિર્ણય લીધો હતો. હકીકતમાં, બમ્પર ઉત્પાદનને કારણે, ટામેટાંને ફેંકી દેવાના ભાવે વેચવા પડ્યા હતા. એટલા માટે હિમાચલ, ઉત્તરાખંડ અને કેટલાક રાજ્યોના ખેડૂતોએ ટામેટાની ખેતીને બદલે અન્ય પાકો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. હવે બજારમાં માંગ વધુ હોવાથી અને પુરવઠો ઓછો હોવાથી ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.