ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલે ધો-12 સા.પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. gseb.org પરથી પરિણામ જોવા મળશે. તમે સવારે 8 વાગ્યાથી જ તમારું પરિણામ જાણી શકશો.
આ વર્ષે જે નવી શરૂઆત થઈ એ પ્રમાણે વોટ્સએપ નંબરથી પણ પરિણામ જાણી શકાશે. 6357300971 પર મેસેજ કરીને પરિણામ જાણી શકાશે.
આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. અગાઉના પરિણામની જેમ જ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ તથા વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશે. રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. અગાઉ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યારથી વિદ્યાર્થીઓને પરિણામને લઈને આતુરતા હતી, જેનો હવે અંત આવ્યો છે. આવતીકાલે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પરિણામ મેળવી શકશે.