ગુજારાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી હતી જેના પગલે આજે વહેલી સવારથી અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પવન સાથે વરસાદ પણ શરૂ થયો હતો. શહેરના નરોડા, બાપુનગર, કૃષ્ણનગર, સૈજપુર વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
આ સાથે જ મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ પડી રહ્યો છે. 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. વહેલી સવારમાં વરસાદ અને પવનને બદલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે.
સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે અને જેની અસરથી આગમી બે દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરના પવનો સાથે વરસાદી પડી રહ્યો છે.જેના પગલે આજે વહેલી સવારથી અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો. પવન સાથે વરસાદ પણ શરૂ થયો છે.