ગુજરાતીઓ એટલે જ સારા ડોક્ટર પાસે જજો, આ જિલ્લામાં ડિગ્રી વગરના ડોક્ટરે ઈંજેક્શન મારતાં બાળકનું મોત, ચારેકોર હાહાકાર

Desk Editor
By Desk Editor
Children die due to treatment of bogus doctor
Share this Article

Gujarat News : સાબરકાંઠામાં (sabarkantha) બોગસ અને ડિગ્રી વગરના ડોક્ટરથી કરૂણ બાળકનું મૃત્યુ થયું છે.  2 વર્ષના બાળકને બોગસ ડોક્ટરે (Bogus doctor) ઇજેક્શન આપતા બાળકની અચાનક તબિયત ખરાબ થઈ હતી, અને જેના કારણે તેનુ મોત થયું છે. આપને જણાવી દઈએ કે, આ ઘટના પોશીના તાલુકાના કોટડા ગઢીની (Kotda Gadhi) છે.

બોગસ ડોક્ટર ક્લિનિક છોડી ફરાર

સાબરકાંઠામાં પોશી તાલુકાના કોટડા ગઢીમાં બોગસ તબીબના કારણે 2 વર્ષના બાળકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સમગ્ર બાબતને લઈ પરિવારે ડોક્ટરની ડિગ્રી બાબતે પડતાલ કરતા ખુલાસો થયો હતો કે, તેની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી જ ન હતી અને તે દવા કરી રહ્યો હતો. જે ઘટનાને પગલે સ્થળ પર પરિવારજનો સહિત લોકોના ટોળા ઉમટ્યા પડીયા હતા. જેના પગલે ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ક્લીનીક છોડી ફરાર થઈ ગયો હતો.

ટામેટાંના ભાવે ફરીથી લોકોને રાતે પાણીએ રડાવ્યા, 260 રૂપિયાના એક કિલો, હજુ આના કરતા પણ ભાવ વધારો થવાની શક્યતા, જાણો કારણ

આ લખનઉ છે સાહેબ, જો ગાડી નો પાર્કિગમાં ઊભી રાખી તો…. મંત્રી અને પોલીસના પણ મેમો ફાટ્યા, આખા ભારતમાં કિસ્સાની જોરદાર ચર્ચા

અમને ધમકી મળી છે, જો ઘર ખાલી નહીં કરીએ તો… હિંસા બાદ નૂંહ ગુરુગ્રામમાંથી બુલેટ ટ્રેનની ગતિએ પલાયન શરૂ, મજદુરો ભાગ્યા

 

પોલીસ તપાસ હાથ ધરી રહી છે

સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અવાર નવાર બોગસ ડોક્ટરના કિસ્સાઓ સામે આવતા હોય છે, અને જેમના કારણે નિર્દોષ માસૂમોના જીવન સાથે ચેડા થતાં હોય છે. પરંતુ આવી ઘટનાઓમાં કડક અને દાખલો રૂપ કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસ આવી ઘટનાઓ અંકુશમાં આવી શકે છે.


Share this Article