એક એવો કિસ્સો જે સાંભળીને રૂવાડા ઉભા થઈ જાય. વડોદરાના હરણી વિસ્તારની 53 દિવસ પૂર્વે ગુમ થયેલી કોલેજિયન બે જુડવા બહેનો હવે મળી ગઈ છે અને પરિવારજનોની ચિંતા હળવી થઈ છે. છેલ્લા પંદર દિવસથી ક્રાઇમ બ્રાન્ચ બે જુડવા બહેનોની તપાસ કરી રહ્યું હતુ. ક્રાઇમ બ્રાન્ચે જોડિયાં બહેનોની શોધખોળ માટે કેલિફોર્નિયાથી તેઓના વોટ્સએપ ડેટા મંગાવ્યા હતા. પરંતુ 53 દિવસથી ગુમ દીકરીઓની હજુ કોઇ જ ભાળ મળી નહોતી અને હવે આખરે આ કામ થઈ ગયું છે.
પોલીસે બંને યુવતીઓનો પત્તો લાગે તે માટે આકાશ પાતાળ એક કરી દીધા હતા. ત્યારે આજે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. બંને બહેનો સામેથી ખેડાના લીંબાસી પોલીસ મથકે સામેથી હાજર થઈ ગઈ હતી અને બંને પોતાની મરજીથી જ ગઈ હોવાની વાત કરતાં વધારે હોબાળો મચી ગયો છે.. એક બહેને લીંબાસીના એક યુવક સાથે લગ્ન પણ કરી લીધા છે. 2 દિવસ પહેલાં જ ચિંતિત પિતાએ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને સ્થાનિક મહિલા ધારાસભ્યને “મારી દીકરીઓ શોધી આપો” તેવી અપીલ કરી હતી.
હાજર થઈ ત્યારે બંને બહેનોની સાથે એક યુવક પણ હાજર થયો હતો. જેની સાથે એક બહેને લગ્ન કરી લીધા હોવાની વાત કરી હતી. બંને બહેનો પોતાની મરજીથી જ અહીં આવી હોવાની વાત કરી હતી. આ બહેનોએ પોતાની વાત કરતાં કહ્યું કે પોતે પોતાની મરજીથી જ અહીં આવી છે. એક બહેને પોતાની સાથે રહેલા યુવક સાથે લગ્ન કરી લીધા. સાથે કહ્યું હતું કે, તેઓને વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં નિવેદન માટે લઈ જવામાં આવી રહ્યા છે. બંને બહેનોએ કહ્યું હતું કે, પોલીસ અમને બરોડામાં નિવેદન લઈ પ્રોટેક્શન સાથે પરત લીંબાસી મૂકી જાય એવી અમારી મરજી છે.
વડોદરાની સારિકા અને શીતલ નામની બે દીકરીઓ ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ અને પરિવારજનો દીકરીઓની શોધખોળમાં લાગ્યા હતા. પરંતુ બે મહિના જેવો સમય થવા છતાં દિકરીઓનો કોઈ અત્તોપત્તો લાગ્યો ન હચો અને જેના કારણે પિતાએ મુખ્યમંત્રી,ગૃહમંત્રી અને મહિલા ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી હતી.
બાપો બાપો: 35000% થી વધુ વળતર, આ શેરમાં 18,000નું રોકાણ કરનાર બની ગયા કરોડપતિ, રૂપિયાનો વરસાદ થયો
પિતા ચીમનભાઇ વણકરે આ વિશે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે, મારે 23 વર્ષની બે દીકરીઓ શીતલ અને સારીકા છે. જેમાં મોટી દીકરી સારીકા એમ.એસ.યુનિવર્સિટીમાં એમ.એનો અભ્યાસ કરે છે જ્યારે નાની દિકરી શીતલ એસએનડીટી કોલેજમાં બી.એનો અભ્યાસ કરે છે. ત્યારે હવે બન્ને દિકરીઓ મળી જતાં પરિવારને પણ હાશકારો અનુભવાયો છે.