Gujarat News : શહેરીજનોની સુખાકારી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા લોકોની સુખાકારી માટે AMTS-BRTS શરૂ કરી છે. પરંતું અમદાવાદ શહેરમાં AMTS-BRTS ને કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે શહેરમાં AMTS-BRTS બસ લોકો માટે મોતની સવારી સાબિત થઈ રહી છે. છેલ્લા 5 મહિનામાં અકસ્માતને કારણે 13 લોકોના મોત થયા હતા. 5 મહિનામાં AMTS બસનાં અકસ્માતથી 9 લોકોનાં મૃત્યું થયા છે. જ્યારે BRTS બસનાં અકસ્માતથી 4 લોકોનાં મૃત્યું થયા છે. જ્યારે 5 મહિનામાં અકસ્માતની 19 પોલીસ ફરિયાદ પણ નોંધાવવા પામી છે.
AMTS-BRTS ની સેવા જ અમદાવાદ શહેરની જનતા માટે યમદૂત બનતી જાય છેઃ શહેજાદ ખાન પઠાણ
આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિરોધ પક્ષનાં નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, એક તરફ તથ્ય પટેલ દ્વારા કરેલ અકસ્માત બાદ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ તેમદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સંયુક્ત ઓપરેશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જેથી અમદાવાદ શહેરની જનતા ટ્રાફિકની સમસ્યાનું પાલન કરી શકે. પરંતું સૌથી વધુ શરમની વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી AMTS-BRTS ની સેવા જ અમદાવાદ શહેરની જનતા માટે યમદૂત બનતી જાય છે.
UPI યુઝર્સ ખાસ સાવધાન રહો! SBIએ અમલમાં મૂકી આ મોટી બાબાત, કરોડો ગ્રાહકોને થશે સીધી અસર
એક નંબરનો હલકટ સસરો, સુહાગરાતની રાત્રે જ વહુ સાથે સસરાએ કર્યો ન કરવાનો કાંડ, જાણીને તમે ગાળો જ આપશો
ગુજરાતીઓ તૈયાર થઈ જાઓ, આ તહેવારોની સિઝન પહેલા ફ્લિપકાર્ટ આપશે 1 લાખથી વધુ નોકરીઓ, આ રીતે મળશે!
ત્યારે પાંચ મહિનામાં એએમટીએસ દ્વારા કુલ 19 અકસ્માત સર્જાયા છે. જેમાં કુલ 9 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે બીઆરટીએસ દ્વારા સર્જાયેલ અકસ્માતમાં 4 લોકોનાં મોત નિપજ્યા હતા. ત્યારે AMTS-BRTS દ્વારા અમદાવાદ શહેરમાં કુલ 13 અકસ્માત સર્જવામાં આવ્યા છે. તેમજ તંત્ર દ્વારા માત્ર ડ્રાઈવનું નાટક કરે છે. કોન્ટ્રાક્ટરને સાચવવામાં આવે છે. તેમજ ડ્રાયવર સામે કોઈ કાર્યવાહી નથી અને લોકો અકસ્માતનો ભોગ બને છે.