Vadodara News: હાલમાં ભાજપ સત્તામાં છે. ત્યારે ઘણા નાના નાના નેતાઓનો પાવર ક્યાંય સમાતો નથી. અવાર નવાર આવા કિસ્સા સામે આવતા રહે છે, હવે એક નવો જ કિસ્સો વડોદરામાંથી પણ સામે આવ્યો છે. શહેરમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત ગુસ્સામાં ભાન ભૂલી ગયા હતા અને જાહેર માર્ગ પર પોલીસની હાજરીમાં જ સ્કૂટર ચાલકને ધમકાવી માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
'તું મને ઓળખે છે હું કોણ છું?', સામાન્ય અકસ્માતમાં વડોદરાનો ભાજપ યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિત દાદાગીરી પર ઉતરી આવ્યો, જુઓ Video #gujaratnews #vadodaranews #BJP #vtvgujarati pic.twitter.com/YXNjFXrl6T
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 20, 2023
ઘટના એવી બની હતી કે વડોદરાના અક્ષરચોક નજીક સામાન્ય અકસ્માત સર્જાયો હતો. જે બાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત ગુસ્સામાં ભાન ભૂલ્યા હતા અને સામાન્ય એવા અકસ્માતમાં રસ્તા પર જ ‘તુ મને ઓળખે છે’ તેમ કહીને સ્કૂટર ચાલકને ધમકાવીને લાફા વાળી કરી હતી. પોલીસકર્મીઓએ અને TRB જવાને પાર્થ પુરોહિતને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ઓક્ટોબરના 11 બાકી દિવસમાંથી 10 દિવસ બેન્કો બંધ રહેશે, તહેવારોની ભરમાર, ફટાફટ લિસ્ટ ચેક કરી લો
ગુજરાત પર તોળાતો ખતરો: આજે વાવાઝોડાની સિસ્ટમ ખતરનાક રૂપ લેશે, જાણો હવામાન વિભાગની નવી આગાહી
આખા શરીર પર ઘઉંના જ્વારા ઉગાડ્યા, નવ દિવસ અન્ન જળનો ત્યાગ… જાણો જૂનાગઢના સંતની અનોખી તપસ્યા વિશે
આ નેતાને પાવર એટલો હતો કે રોકવા જતા પોલીસકર્મીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું. ભાજપ નેતાએ પોલીસ સાથે પણ ગેરવર્તન કરીને કહ્યું હતું કે, તમે વચ્ચે ના આવશો. હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવી રહ્યો છે. તેઓ પોલીસની હાજરીમાં જ યુવક સાથે ઝપાઝપી કરતા જોવા મળી રહ્યા છે.