BREAKING: સાળંગપુર બાદ આ સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીને બતાવાયા દાસ, સુરેન્દ્રનગરમાં હોબાળો મચી ગયો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Surendranagar News : એક પછી એક સ્વામિનારાયણ મંદિરમાં (Swaminarayan Temple) હનુમાનજીને દાસ બતાવ્યાના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. સાળંગપુર, કુંડળધામ બાદ સુરેન્દ્નગરના (Surendnagar) પાટડીમાં વણીન્દ્રિ ધામમાં હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ બતાવ્યા છે. જો કે, જે સમગ્ર બાબતને લઈ વિરોધનો વંટોળ વધી રહ્યો છે. વણીન્દ્રિ ધામના ભીંતચિત્રમાં હનુમાનજી નિલકંઠવર્ણીને ફળ આપતા દર્શ્યો સામે આવ્યા છે.

 

સુરેન્દ્રનગરમાં આવેલા વણીન્દ્રિમાં એક ચિત્રમાં જોઈ શકાય છે કે હનુમાનજી નિલકંઠવર્ણીને ફળો આપી રહ્યા છે. આમ હનુમાનજી નિલકંઠવર્ણીના ભક્ત કે દાસ તરીકે દર્શાવાઈ રહ્યા છે, તેવી વાત સાથે વિવાદ શરૂ થયો છે. સંતો જણાવે છે કે, સ્વામિનારાયણ મંદિરોમાં સનાતન ધર્મનું અપમાન થાય છે અને ભગવાનનો ઉપહાસ થાય છે. તો બીજી બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કહે છે કે કોઈ ભગવાનનું અહીં અપમાન થતું નથી. પણ સ્વામિનારાયણ ભગવાન હતા તેમાં કોઈ બે મત નથી.

 

BIG NEWS: સાળંગપુર મંદિર વિવાદમાં VHPનો હુંકાર, કહ્યું- હનુમાનજી કોઈના દાસ નથી પરંતુ સનાતન ધર્મના બાપ છે…

BIG BREAKING: CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાતથી સીધા દિલ્હી પહોંચ્યા, 25 મિનિટ સુધી સાળંગપુર મંદિર વિવાદ અંગે ચર્ચા થઈ ???

BREAKING: 24 કલાકમાં ચિત્રો હટાવી લેજો નહીંતર આ બ્લેકના વ્હાઈટ કરનારાનો વધ કરી નાખીશ, આ મંહતે આપી ધમકી

 

ઉલ્લેખનીય છે કે હાલમાં સાળંગપુર હનુમાનજીના મંદિર ખાતે મુકવામાં આવેલી વિશાળ પ્રતિમા જેને કિંગ ઓફ સાળંગપુર નામ અપાયું છે, ત્યાં દર્શાવેલા ભીંતચિત્રોને લઈને વિવાદ ઊભો થયો છે. જેમાં હનુમાનજી સ્વામિનારાયણને હાથ જોડી વંદન કરતા દર્શાવ્યા છે. જે પછી અન્ય એક વિવાદ ઊભો થયો જેમાં કુંડળધામ સ્વામિનારાયણ મંદિરમાં પણ સ્વામિનારાયણ ભગવાનને ફળો અર્પણ કરતા હનુમાનજીને દર્શાવ્યા છે. મંદિરના પાર્કિંગ પાસે બનાવેલા બગીચામાં આ પ્રકારની મૂર્તિને જોઈ ઘણા લોકો અને સંતો મહંતો નારાજ પણ થયા છે.


Share this Article