કાશી વિશ્વનાથ ધામની રચના બાદ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતી જોવા માટે ભક્તોએ હવે વધુ ખચરો કરવો પડશે. 380 રૂપિયામાં મળતી ટિકિટ હવે 500 રૂપિયામાં મળશે. આ ઉપરાંત સપ્ત ઋષિ આરતી, શૃંગાર ભોગ આરતી અને મધ્યાહન ભોગ આરતીની ટિકિટ 180 રૂપિયાને બદલે 300 રૂપિયા હશે. વધેલા દરો 1 માર્ચ 2023થી લાગુ થશે.
કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટની 104મી બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે મંદિરનું પોતાનું ધાર્મિક અને સાંસ્કૃતિક કેલેન્ડર હશે. આ સાથે હવે મંદિરના પૂજારી પણ એક જ ડ્રેસ કોડમાં જોવા મળશે.
હાશ મોટી શાંતિ: આજથી સુરતમાં તમામ ખાનગી બસની શહેરમાં એન્ટ્રી થશે, સમય પણ નક્કી થઈ ગયો, જનતા મોજમાં
અમરેલીના યુવકને જાજી ખમ્માં, જન્મદિવસ એવી રીતે ઉજવ્યો કે દેશ-વિદેશમાં લોકો કરી રહ્યા છે ભરપુર વખાણ
બોર્ડની બેઠકમાં BHU અને સંપૂર્ણાનંદ સંસ્કૃતમાં સૌથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ ઉપરાંત મંદિર પરિસરમાં કામ કરતા સફાઈ કામદારો સહિત અન્ય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23 માટે, મંદિરે 105 કરોડ રૂપિયાની આવકનું લક્ષ્ય રાખ્યું છે, જ્યારે 40 કરોડ રૂપિયા વિવિધ વસ્તુઓ પર ખર્ચવામાં આવશે.