ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રભારી અને યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મનીષ ચૌધરીએ દ્વારા આવવનારા સમયમાં રાજ્યમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે તેની માહિતી આપી હતી. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદેશ કારોબારી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આજ રોજ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેની માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના મહામંત્રી મનીષ ચૌધરી દ્વારા મીડિયાને સંબોધન કરતા તેઓએ કહ્યું હતું કે આવનારા સમયમાં યુવા કોંગ્રેસ દ્વારા રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે રાજીવ ગાંધીની પુણ્યતિથિના અવસરે વિશાળ સંમેલનનું પણ આયોજન કરવામાં આવશે. ગુજરાતના યુવાનોના પ્રશ્ન એ મુદ્દે પણ આંદોલન કરવામાં આવશે તેની માહિતી આપી હતી.
વધુમાં તેઓએ કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં યુવા કોંગ્રેસના હોદ્દેદારો નિષ્ક્રિય રહ્યા છે તેઓને ખુલાસો કરતી નોટિસ આપીને જવાબ માંગવામાં આવશે. આવનારા સમયમાં યુવા કોંગ્રેસ વિધાનસભાથી લઈને વોર્ડ સુધી પણ પોતાના હોદ્દેદારોની નિમણૂક કરી અને યુવાનોને જોડવા માટેનું પણ કામ કરવામાં માટે નિર્ધાર કરવમાં આવ્યો છે.
મહિલાઓ પણ કંઈ ઓછી રૂપિયાવાળી નથી, આ રહ્યું આખું લિસ્ટ, પહેલો નંબર આવે એમની જાહો-જહાલીમાં કંઈ ના ઘટે
વધુમાં રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મનીષ ચૌધરીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગુજરાતની અંદર યુવા પર્વનું આયોજન કરવામાં આવશે ને જેમાં યુવાનોને જોડવા માટે યુવા કોંગ્રેસ કામ કરશે. આ પ્રેસ કોન્ફ્રન્સમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી પ્રવિણસિંહ વણોલ, મહામંત્રી અને મીડિયા પ્રભારી મુકેશ આંજણા સહિત હોદ્દેદારો જોડાયા હતા.