બોલિવૂડ સ્ટાર્સ વિકી કૌશલ અને કેટરિના કૈફ આ દિવસોમાં લગ્ન બાદ લાઈફ એકબીજા સાથે એન્જોય કરી રહ્યા છે. કેટરીના અવારનવાર તેના પતિ વિકી સાથે સોશિયલ મીડિયા પર એકથી વધુ રોમેન્ટિક ફોટો પોસ્ટ કરતી રહે છે.પરંતુ આ વખતે કેટરીનાના નવા ફોટોથી ભારે ચર્ચા જાગી છે.
આ વખતે કેટરીના અને વિક્રમની સ્વિમિંગ પુલના ફોટો સામે આવ્યા છે. આ ફોટોમાં દેખાઈ રહ્યું છે કે આ બોલીવુડ કપલ કેટલુ રોમેન્ટિક છે. કેટરીનાએ પોસ્ટ કરતાની સાથે જ આ તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં વિકી અને કેટરીના એકબીજા સાથે ઈન્ટીમેટ સ્ટાઈલમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
કેટરીના કૈફને લઈને વિક્કી કૌશલ સ્વિમિંગ પુલમાં કૂદ્યો હતો અને આ દરમિયાન બન્ને પાણીમાં જ રોમેન્ટિક થતા ઈન્ટરનેટ ઉપર આગ લાગી છે. શર્ટલેસ સ્ટાઈલમાં વિકી કૌશલ અને સફેદ મોનોકિનીમાં કેટરિનાની આ બોલ્ડ ફોટો ઉપર ચાહકોની નજર ટકેલી છે.
વિકી કૌશલ અને કેટરિના કૈફ ડિસેમ્બરમાં લગ્ન કર્યા બાદથી તેમની ફિલ્મોમાં વ્યસ્ત છે.
આવી સ્થિતિમાં હવે સમય મળતા જ આ કપલ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
કેટરિના કૈફના આ ફોટો ઉપર ચાહકો જોરદાર લાઈક્સ અને શેરનો વરસાદ કરી રહ્યા છે. જો તમે કોમેન્ટ બોક્સ પર નજર નાખો, તો ચાહકો કહે છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફનો રોમાંસ અટકી રહ્યો નથી. હાલ ઈન્ટરનેટ ઉપર આ કુલને લઈને ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે.