થોડા દિવસો પહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની સરકારના એક મંત્રીનો ન્યૂડ વીડિયો લીક થયો હતો. જે બાદ સોશિયલ મીડિયાથી લઈને સમગ્ર દેશમાં ભારે હોબાળો થયો હતો. પાકિસ્તાન માટે આ ખૂબ જ શરમજનક બાબત હતી. હવે અન્ય એક ઇસ્કેમિક દેશમાં ઘણા નેતાઓના નગ્ન વીડિયો લીક થયા બાદ હંગામો મચી ગયો છે. આટલું જ નહીં આ નેતાઓ પુરૂષો સાથે ઈન્ટિમેટ થતા જોવા મળ્યા હતા. સૌથી મોટી વાત એ છે કે આ દેશમાં સમલૈંગિક સંબંધો પર પ્રતિબંધ છે.
આ મામલો ઈસ્લામિક દેશ માલદીવનો છે. જ્યાં આ સમયે લીક થયેલા ન્યૂડ વીડિયો અને ફોટોના કારણે ખળભળાટ મચી ગયો છે. દેશમાં સમલૈંગિક સંબંધો પર પ્રતિબંધ હોવા છતાં ઘણા નેતાઓ તેમના પુરૂષ મિત્રો અને સંબંધીઓ સાથે ઘનિષ્ઠ જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં માલદીવના ઘણા રાજકારણીઓ અને સાંસદો ગે સેક્સ કરતા જોવા મળ્યા હતા. આ અંગે માલદીવ પોલીસનું કહેવું છે કે તેઓએ આ ફોટા અને વીડિયો લીક કરનાર વ્યક્તિની ઓળખ કરી લીધી છે.
આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ મોહમ્મદ રિયાઝે કહ્યું કે ન્યૂડ વીડિયો લીકના શંકાસ્પદોની ઓળખ થઈ ગઈ છે. તપાસ બાદ શકમંદો સંબંધિત વધુ માહિતી બહાર આવશે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં સાંસદો અને રાજકારણીઓના સંબંધીઓના સમલૈંગિક સંબંધો સામે આવ્યા છે. એક વીડિયોમાં માલદીવની સંસદના સ્પીકર મોહમ્મદ નશીદના ભાઈ વકીલ નજીમ સટ્ટકને એક સ્થળાંતરિત વ્યક્તિ સાથે સમલૈંગિક સંબંધ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
વીડિયોમાં દેખાતા સમલૈંગિકોએ તેમને બ્લેકમેલ કર્યાનો પોલીસ રિપોર્ટ પણ નોંધાવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વીડિયોમાં ગે સેક્સ કરનારા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. માલદીવમાં આવા સંબંધો રાખવા ગુનો છે. ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવશે. આ ગુનામાં સંડોવાયેલા લોકો સામે દેશમાં ઇસ્લામિક કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.