પ્રખ્યાત ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’માં નવી અનિતા ભાભીના રોલ માટે વિદિશા શ્રીવાસ્તવને ફાઈનલ કરવામાં આવી છે. તેણી પહેલાથી જ સોશિયલ મીડિયા પર તેની બોલ્ડનેસ માટે હેડલાઇન્સ બનાવી ચુકી છે.
હવે તે શોમાં વિભૂતિ નારાયણ અને મનમોહન તિવારી પર તેની સુંદરતાનો જાદુ કરતી જોવા મળશે. વિદિશા શ્રીવાસ્તવ ‘ભાભી જી ઘર પર હૈ’ શોમાં નવી અનિતા ભાભીના રોલમાં જોવા મળશે.
તે નેહા પેંડસેનું સ્થાન લઈ રહી છે. વિદિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
ઘણીવાર પોતાની સુંદરતાથી ઈન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે.
તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ઘણી હોટ તસવીરો શેર કરી છે, જેને જોઈને ફેન્સના દિલની ધડકન વધી જશે.
આ તસવીરોમાં વિદિશા શ્રીવાસ્તવ ક્યારેક બિકીનીમાં તો ક્યારેક મોનોકિનીમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.
વિદિશા રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ છે અને તેનો પુરાવો તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જે તેના હોટ ફોટાઓથી ભરેલું છે.
ઉલ્લેખનીય છે કે, વિદિશાએ સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ દ્વારા ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તે છેલ્લે ‘કહત હનુમાન જય શ્રી રામ’માં જોવા મળી હતી.