વિરાટ અને અનુષ્કા મુંબઈના રસ્તાઓ પર સ્કૂટી રાઈડ માટે ગયા હતા. આ રાઈડનો વીડિયો હવે સામે આવ્યો છે. વિરાટ અને અનુષ્કા બંનેએ હેલ્મેટ પહેર્યુ હતુ, અનુષ્કાએ છત્રીથી મોઢું ઢાક્યું છતાં લોકો બંનેને ઓળખી ગયા. વિરાટ અને અનુષ્કાના આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે જેમાં લક્ઝરી કારનો શોખીન વિરાટ કોહલી તેની પત્ની સાથે સામાન્ય વ્યક્તિની જેમ સ્કૂટી પર ફરતો હતો. જો કે આ વીડિયોમાં બંનેનો ચહેરો દેખાતો નથી.
જૂન મહિનામાં આ કપલ માલદીવમાં રજાઓ ગાળવા ગયું હતું. બંનેએ બીચ ફોટો શેર કર્યો છે. ત્યારે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાની યજમાની કરી રહી હતી. કોહલી હાલમાં ક્રિકેટમાંથી બ્રેક પર છે. તે હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. તે હવે એશિયા કપમાંથી વાપસી કરી શકે છે.
તેને આ ટુર્નામેન્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરી શકે છે. એશિયા કપ 27 ઓગસ્ટથી UAEમાં શરૂ થઈ રહ્યો છે. કોહલી મુંબઈમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે.
ચાહકો કોહલીની સદીની રાહ જોઈ રહ્યા છે. તેણે છેલ્લી સદી 2019માં ફટકારી હતી. ત્યારથી તેનું બેટ સંપૂર્ણપણે શાંત છે. તેના ફોર્મને લઈને પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે, પરંતુ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને બીસીસીઆઈ ચીફ સૌરવ ગાંગુલી તેના જલ્દી ફોર્મમાં પરત ફરવાની પૂરી આશા છે.