વિરાટ કોહલી આજના સમયમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતો છે કારણ કે વિરાટ કોહલી એક ખૂબ જ તેજસ્વી ક્રિકેટર બની ગયો છે જેનું નામ આખી દુનિયામાં જાણીતું છે. વિરાટ કોહલીની અત્યાર સુધીની ક્રિકેટ સફર ઘણી સારી રહી છે. પરંતુ તમને જણાવી દઈએ કે હાલમાં વિરાટ કોહલી જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને તેથી જ દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે.
વિરાટ કોહલી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે, જે દરમિયાન હાલમાં જ એક ખૂબ જ મોટી વાત સામે આવી છે કે વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા વિના વિદેશ ગયો છે અને તેના કારણે મીડિયામાં દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. હાલ વિરાટ કોહલીનુ બેટ કઈ ખાસ કમાલ કરી રહ્યુ નથી. આ સમયે દરેકના મનમાં સવાલ છે કે વિરાટ કોહલી પરિવાર વગર વિદેશ કેમ ગયો?
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી એકલો નથી પરંતુ આખી ટીમ તેની સાથે ગઈ છે કારણ કે ભારતની ઈંગ્લેન્ડ સામે સિરીઝ છે અને તેની પત્ની અનુષ્કા શર્મા હાલમાં તેની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.
આ જ કારણ છે કે વિરાટ કોહલી પરિવાર વગર વિદેશ ગયો છે. ભારત અને ઈંગ્લેન્ડની પ્રથમ ટેસ્ટ મેચ આવતા મહિને જુલાઈમાં છે પરંતુ ટીમ ઈન્ડિયા આટલી જલ્દી તૈયારી કરવા માટે ત્યાં ગઈ છે.