ક્રિકેટની સાથે સાથે કમાણીમાં પણ કોહલી નંબર 1 છે, ચોગ્ગા-છગ્ગાની જેમ સંપત્તિ વધી, આ શોખ પાછળ ખર્ચ્યા ઘણા પૈસા.

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Virat Kohli Net Worth : ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ક્રિકેટમાં ઘણા શાનદાર રેકોર્ડ બનાવ્યા છે. ક્રિકેટ ઉપરાંત વિરાટ કમાણીના મામલે પણ ઘણા ખેલાડીઓથી આગળ છે. શું તમે જાણો છો કે વિરાટ કોહલી દર વર્ષે ક્રિકેટ રમીને કેટલા પૈસા કમાય છે? તેમની પાસે કેટલી સંપત્તિ છે?

 

ક્રિકેટના મેદાનની સાથે સાથે વિરાટ કોહલી પણ પોતાની પર્સનલ લાઈફ ખૂબ જ જોશથી જીવે છે. વિરાટ કોહલી પાસે મોંઘાદાટ કબાટ, મોંઘીદાટ કાર, લક્ઝરી ઘડિયાળ અને ઘણું બધું છે. આવો તમને જણાવીએ કે વિરાટ કોહલીની પ્રોપર્ટીમાં 5 સૌથી મૂલ્યવાન વસ્તુઓ કઈ છે.

 

 

પ્રોપર્ટીમાં મોટું રોકાણ

વિરાટ કોહલી ક્રિકેટની સાથે સાથે અન્ય માધ્યમથી પણ ઘણા પૈસા કમાય છે. તેઓ આઈપીએલ અને જાહેરાતમાંથી ઘણા પૈસા કમાય છે. તેમણે પ્રોપર્ટી, સ્ટાર્ટઅપ અને રેસ્ટોરન્ટ બિઝનેસમાં રોકાણ કર્યું છે. ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ તેમની અંદાજિત સંપત્તિ 1000 કરોડથી વધુ છે. વિરાટ કોહલીના જીવનનું સૌથી મોટું અને સૌથી મોંઘુ રોકાણ મુંબઈમાં તેમનું આલીશાન ઘર છે. ઈટીના રિપોર્ટ અનુસાર કોહલીએ વર્ષ 2016માં મુંબઈના દરિયા કિનારે 7171 ચોરસ ફૂટની હવેલી ખરીદી હતી, જેના માટે તેણે રુપિયા 34 કરોડ ચૂકવ્યા હતા. 4 બેડરૂમનું આ ઘર 35માં માળે છે.

 

 

ગુરુગ્રામમાં બંગલો

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 2022માં 8 એકરમાં ફેલાયેલો વિલા ખરીદ્યો હતો, જેની કિંમત 19 કરોડ રૂપિયા છે. આ સિવાય બંનેએ 13 કરોડ રૂપિયાની અન્ય પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. વિરાટ કોહલી પાસે ગુરુગ્રામના ડીએલએફ ફેઝ-1માં 10,000 સ્ક્વેર ફૂટનો આલિશાન બંગલો પણ છે. જેમાં પ્રાઈવેટ પૂલથી લઈને જિમ સહિતની તમામ સુવિધાઓ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર આ બંગલાની કિંમત 80 કરોડ રૂપિયા છે.

 

 

અ’વાદનો અનોખો કિસ્સો: મિત્રએ યુવકના પ્રાઈવેટ પાર્ટમાં એર કોમ્પ્રેસર ભર્યું, આંતરડા અને ગુદામાર્ગ ફાટી જવાથી મોત

ગુજરાતના બે-બે પૂર્વ મુખ્યમંત્રી સાથે એક જ દિવસે ભયંકર અકસ્માત, રૂપાણી અને મહેતા માંડ-માંડ બચ્યા

મોટા સમાચાર: ઇઝરાયેલી સેનાએ હમાસના લશ્કરી કેન્દ્ર પર કબજો કર્યો, ગાઝામાં 450 ટાર્ગેટ પર ખતરનાક હુમલો કર્યો

 

કાર અને ઘડિયાળોનું શાનદાર કલેક્શન

વિરાટ કોહલી પાસે લક્ઝરી લક્ઝરી ઘડિયાળોનું શાનદાર કલેક્શન છે. જેમાં રોલેક્સ ડેટોના રેઈન્બો એવરોઝ ગોલ્ડ વોચનો સમાવેશ થાય છે, જે 36 બાગુએટ કટ ડાયમંડથી ભરેલી છે, જેની કિંમત 4.6 કરોડ રૂપિયા છે. તેની પાસે આઈસ બ્લુ ડાયલ અને બ્રાઉન સિરામિક બેઝલ સાથે પ્લેટિનમ રોલેક્સ ડેટોના પણ છે, જેની કિંમત 1.23 કરોડ રૂપિયા છે. વિરાટ કોહલીને કારનો ખૂબ શોખ છે, તેથી તેના કલેક્શનમાં એકથી વધુ કાર છે. જેમાં 40 કરોડની કિંમતની બેન્ટલી કોન્ટિનેન્ટલ, ઓડી આર8 એલએમએક્સ (3 કરોડ રૂપિયા) અને અન્ય મોંઘી કારનો સમાવેશ થાય છે.

 


Share this Article