સારું થયું સચિને સદી ન મારી અને આપણે વર્લ્ડ કપ જીત્યા…. સહેવાગનું ચોંકાવનારૂ નિવેદન, ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Virender Sehwag Statement :  હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપ 2023 (world cup 2023) ની વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે (virendr shevag) મોટો ખુલાસો કર્યો છે. ઘણા વર્ષો સુધી સાથે રમનારા સચિન તેંડુલકર (sachin tendulkar) વિશે તેણે આ વાતનો ખુલાસો કર્યો છે. સેહવાગે 2011ના વર્લ્ડ કપનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સચિન તેંડુલકર કેવી રીતે પોતાના મનની વાત જાણતો હતો. જણાવી દઈએ કે 2011ના વર્લ્ડ કપની મેજબાની ભારતે કરી હતી અને ટીમ ઈન્ડિયાએ 28 વર્ષ બાદ જીત મેળવીને ઈતિહાસ રચી દીધો હતો. ચાલો તમને જણાવીએ કે સેહવાગે શું કહ્યું.

 

ભારતે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો.

ભારતે 1983 બાદ પહેલી વખત 2011માં વર્લ્ડ કપ જીત્યો. ભારતમાં યોજાયેલા આ વર્લ્ડ કપમાં ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને, સેમિ ફાઇનલમાં પાકિસ્તાનને અને ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટ્રોફી જીતી હતી. અંતિમ મેચમાં ભારત યુવરાજ, ધોની અને ગૌતમ ગંભીરની ઇનિંગના સહારે ઇતિહાસ રચવામાં સફળ રહ્યું હતું.

 

 

સેહવાગનો મોટો ખુલાસો

વિરેન્દ્ર સેહવાગે 2011ના વર્લ્ડ કપની સેમિ ફાઇનલના સમયથી જ એક કિસ્સો જાહેર કર્યો છે. સચિન તેંડુલકર પાકિસ્તાન સામેની મેચમાં સદી ફટકારી શક્યો નહતો. સેહવાગે કહ્યું, “જ્યારે આવું થયું ત્યારે સચિને મને કહ્યું હતું કે,’મને ખબર છે કે તું કેમ હસી રહ્યો છે. મેં પૂછ્યું કે શા માટે… “તમે વિચારી રહ્યા છો કે હું સદી ફટકારી શકું તે પહેલાં જ હું આઉટ થઈ ગયો. જો મેં સદી ફટકારી હોત તો અમે હારી ગયા હોત. મેં તેને કહ્યું કે તું મારું હૃદય કેવી રીતે સમજી શકે છે. તમે બે સદી ફટકારી… સેહવાગે વધુમાં કહ્યું, “ભગવાનનો આભાર કે તેણે સદી ફટકારી ન હતી અને અમે વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યા હતા.”

 

નવરાત્રિના પહેલા જ દિવસે આ 3 કલાક રહેશે અતિ અશુભ, જોજો થાપ ન ખાઈ જતાં, જાણો ઘટસ્થાપનનો સાચો સમય

Breaking: ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં અભિનેત્રીની બહેન-જીજાજીનું મોત, એક્ટ્રેસે કહ્યું- મારો પરિવાર ખૂબ જ….

નવરાત્રિના આ 3 યોગ ખોલશે લોકોની કિસ્મતના તાળા, મા દુર્ગા વરસાવશે અપાર ધન, તિજોરીમાં જગ્યા ઓછી પડશે

 

12 વર્ષ બાદ ફરી એકવાર મોકો છે.

ભારત દ્વારા હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપ 2023માં ભારત ફરી એક વખત ઈતિહાસ રચી શકે છે. વર્ષ 2011 બાદ પહેલી વખત ભારતમાં આઇસીસી વન ડે વર્લ્ડ કપ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ટીમ પોતાની જ ધરતી પર ટ્રોફી જીતીને ઈતિહાસ રચી શકે છે. તેમજ 10 વર્ષથી કોઈ પણ આઈસીસી ટ્રોફી ન જીતવાનો ટીમનો દુકાળ પણ સમાપ્ત થઈ જશે.

 


Share this Article